
તાપી જિલ્લામા નવેમ્બર – 2023નો તાલુકા સ્વાગત કાર્યક્રમ 22મી નવેમ્બર આયોજન કરવામાં આવશે. તથા,
23મી નવેમ્બર ગુરુવાર જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે.
તાપી જિલ્લામાં,
22મી નવેમ્બરે વાલોડ તાલુકામાં કલેક્ટરના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી, વાલોડ ખાતે તાલુકા સ્વાગત કાર્યક્ર્મ યોજાશે.
વ્યારા તાલુકામાં ડીડીઓના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી વ્યારા ખાતે તાલુકા સ્વાગત કાર્યક્ર્મ યોજાશે.
નિઝર તાલુકામાં પોલીસ અધિક્ષક, તાપીના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી નિઝર ખાતે,
સોનગઢ તાલુકામાં જિલ્લા પ્રાયોજના વહીવટદાર સોનગઢના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી સોનગઢ ખાતે,
ઉચ્છલમાં ડાયરેકટર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તાપીના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી ઉચ્છલ ખાતે,
ડોલવણ તાલુકામાં પ્રાંત અધિકારી અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી ડોલવણ ખાતે,
કુકંરમુંડામાં પ્રાંત અધિકારી નિઝરના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી કુકરમુંડા ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાશે.
તાપી જિલ્લાનો નવેમ્બર-2023 નો જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા. 23/11/23 ગુરુવારના રોજ કલેક્ટર કચેરી તાપી ખાતે યોજાશે.
અરજી 10 નવેમ્બર સુધીમાં અરજી મોકલી આપવા જણાવાયુ છે.




