માંડવીના રૂપણમાં રહેતી મહિલા તલાટીએ ફાંસો ખાય જીવન ટુંકાવતા ચકચાર
તલાટી ચારેક મહિના પહેલા જ પ્રેમી સાથે લગ્નગ્રંથિથી જોડાયા હતા

માંડવી નગરને અડીને આવેલ જેપી નગરમાં રહેતા મહિલા તલાટી કર્મચારીએ પોતાના દાંપત્ય જીવન દરમિયાન અગમ્ય કારણસર પોતાના ભાડાના મકાનમાં ગળે ફાંસો ખાય જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી ગયો હતો. હાલ પોલીસે મહિલા તલાટીના આપઘાત પાછળનું કારણ જાણવા બાબતે પ્રથમ ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર માંડવી તાલુકાના રૂપણ ગામે રહેતા અને ઉમરપાડા તાલુકાના પાડા ગામે તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા અંજનાબેન જયેશભાઈ ગામીત (ઉ વ ૩૪ )કે તેઓને અંદાજિત દોઢ બે વર્ષથી જયેશભાઈ અમૃતભાઈ ગામીત (બરોડિયા વાડ માંડવી) સાથે પ્રેમ સંબંધ ધરાવતા હતા ત્યારબાદ અંદાજિત ચારેક માસ પહેલા અંજનાબેન તથા જયેશભાઈ ગામીત લગ્નગ્રંથિથી જોડાયા હતા.પરંતુ મરણ જનાર અંજનાબેનના સંબંધીએ આપેલ ફરિયાદ મુજબ જયેશભાઈ અંજનાબેન સાથે નાની નાની વાતોમાં બોલાચાલી ઝઘડો કરી તેણીને મારઝૂડ કરી શારીરિક માનસિક ત્રાસ આપી તેણીને મળવા માટે દુષપ્રેરણા કરતા અંજનાબેને જેપી નગર ખાતેના પોતાના ભાડાના મકાનમાં જ ગળે ફાંસો ખાય જીવન ટૂંકાવી લીધું હતું ઘટનાની જાણ માંડવી પોલીસને થતા ઘટના સ્થળે પહોંચી જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ગુનો નોંધી આગળની તપાસ પી.આઈ જે.જી.મોડ દ્વારા હાથ ધરવામાં આવી છે.




