માંડવીના રતનિયા ગામે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મહાકાય કૌભાંડ
પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પ્લાન ડિઝાઇન અને એસ્ટીમેન્ટના વધુ ખર્ચાથી બચવા અનોખી ડિઝાઇન બનાવી.

માંડવી તાલુકાના રતનિયા ગામે તાલુકા પંચાયત દ્વારા મળેલ પ્રધાનમંત્રી આવાસ કંઈક અનોખી ડિઝાઇનમાં બનાવ્યા હોવાનો પુરાવો સામે આવ્યો છે.
હકીકતમાં રતનિયા ગામે ઘાટા તરફ જવાની ચોકડી પર આ આવાસ આવેલું છે. જ્યારે સરકારી નિયમ મુજબ પાકુ આવાસ ધારણ કરતા હોય, જે આવાસ અર્ધકાચું ના હોય, તેવા લાભાર્થીઓને આ યોજનાનો લાભ આપવા માટે કાયદાકીય જોગવાઈમાં નથી. ત્યારે તેવા લાભાર્થીઓને પણ સરકાર દ્વારા લાભો આપવામાં આવ્યા છે. તેમાં રતનિયા ગામ લોકોને કશું વાંધો નથી. પરંતુ કાચા આવાસો હોય, અર્ધકાચા આવાસ હોય, તેમને સરકાર આવા પ્રધાનમંત્રી આવાસ આપી શકી નથી, ત્યારે હાલમાં કાચા ઘરો માટે સરકાર તરફથી નવું સર્વે કરાવવાનું ચાલુ હોય ત્યારે ગરીબ અને કચડાયેલા વર્ગમાં પ્રધાનમંત્રી આવાસ મળશેના સપના સેવી રહી છે.
રતનિયા ગામે ઘાટા તરફ જવાની ચોકડી પર આ ઘર આવેલું હોય… ત્યારે જુઓ લોકો… સરકાર સંપૂર્ણ ઘર પૂરું થાય ત્યારે ફાઇનલ હપ્તા નાખતી હોય છે. પરંતુ આ લાભાર્થીએ ફક્ત સામેની દીવાલ બનાવી તેના પર બોર્ડ મારી, આવાસમાં સિમેન્ટની થાંભલી ઊભી કરી ઉપર પતરા મૂકીને આ અનોખી ડિઝાઇન બનાવીને ફાઇનલ હપ્તા ઉપાડી લેવામાં આવ્યું હોય તેવું મનાય રહ્યું છે. ત્યારે આના જવાબદાર તલાટી કમ મંત્રીને ઘરની કામગીરી પૂરું કર્યા હોવાના ફોટા અરજદાર મારફતે પૂરા પાડતા. તલાટી કમ મંત્રી તરફથી ઘરનું કામકાજ પૂરું હોવાના પ્રમાણપત્ર આપી દેવાતા અને તે તાલુકા પંચાયત સ્તરે રજૂ થતા જીઓટેક કરનાર અધિકારી જાતે સ્થળ પર જીઓ ટેગ કરી ચકાસણી કરી લેતા હોય. ત્યારબાદ તેમને ફાઇનલ હપ્તાનું પેમેન્ટ ચૂકવવામાં આવે છે. પરંતુ તલાટી કમ મંત્રી તથા જીઓ ટેક કરનાર અધિકારી જેમની ભૂલોના લીધે આવાસના રૂપિયા લાભાર્થીને ફાળવી દેવા છતાં પણ આવાસ અધૂરું રહેતા તલાટી કમ મંત્રીએ આ આવાસનું આકારણી કેવી રીતે બનાવ્યું તે પણ તપાસનો વિષય બને છે. તેમજ આ ઘર અધૂરૂ હોવા છતાં તેઓએ અધૂરા આવાસ ને પુરા બતાવી સરકારી મિલકત જેવી કે સરકારના સરકારી નાણા જેવી મિલકત પર નુકસાન પહોંચાડી ખોટા પુરાવા ઉભા કરવામાં આવ્યા છે. અને ખોટા પુરાવાઓ બનાવી આવાસના નામે
નાણા લીધા હોવાનું લોકચર્ચા ઉઠવા પામી છે. ત્યારે જિલ્લા વિકાસ અધિકારી તાકિદે તપાસ હાથ ધરી ખોટું કરવા બનાવેલ પુરાવાને ધ્યાને લઇ જવાબદાર તંત્ર વિરુદ્ધ સજાત્મક કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિક લોકોની માંગ ઉઠવા પામી છે.



