તાપી

સોનગઢ તાલુકાના એક આશ્રમ શાળામાં 14 વર્ષીય વિદ્યાર્થીની શાળાના શિક્ષકે છેડતી કરી ને અઘટિત માંગણી કરતા પોલીસે શિક્ષકની ધરપકડ

સોનગઢ તાલુકાના એક આશ્રમ શાળામાં 14 વર્ષીય વિદ્યાર્થીની શાળાના શિક્ષકે છેડતી કરી ને અઘટિત માંગણી કરતા પોલીસે શિક્ષકની ધરપકડ કરી હતી.

મળેલી વિગત મુજબ સોનગઢ તાલુકાના એક ગામમાં ચાલતી આશ્રમ શાળામાં મીનેશ પટેલ નામનો શિક્ષક ફરજ બજાવે છે.આ શિક્ષકે છેલ્લાં પંદરેક દિવસથી તેની જ શાળામાં હોસ્ટેલમાં રહેતી અને નવમાં ધોરણમાં ભણતી બાળા પર નજર બગાડી હતી. આ શિક્ષકે તને હું ધોરણ દસમા માં પાસ કરાવી દઈશ એવી લાલચ આપી હતી. ઉપરાંત આ શિક્ષકે બાળા ના જન્મ દિવસે કેક કાપી હતી અને તેને પ્રેમપત્ર પણ આપ્યો હતો તથા હાથ પર ધારદાર વસ્તુ વડે ચેકો મૂકી બાળા ને સંબંધ રાખવા માટે બ્લેકમેઇલ પણ કરી હતી.જો કે બાળા તેના તાબે ન થતાં મીનેશ પટેલ નામના આ શિક્ષકે તેને ધોરણ દસમા માં તેને ફેલ કરાવી દેવાની પણ ધમકી આપી હતી.ગત થોડાં દિવસ પહેલાં આ શિક્ષકે સાંજ ના સમયે પોતાના ઘરે રોટલી બનાવવા માટે બોલાવી સંબંધ રાખવા દબાણ કર્યું હતું. મંગળવારે રાત્રે શિક્ષકે આ વિદ્યાર્થીનીને હોસ્ટેલની બહાર બોલાવી ને તેની છેડતી કરવાની કોશિશ કરતાં વિદ્યાર્થીની હોસ્ટેલ છોડી ને પોતાનાં ઘરે નાસી ગઈ હતી અને વાલીને જાણ કરી હતી.જેથી વિફરેલાં વાલીઓ ઉકાઈ પોલીસ મથકે પહોંચ્યા હતાં અને આરોપી શિક્ષક સામે સખત કાર્યવાહીની માંગ કરી હતી.આ બનાવ અંગે ઉકાઈ પોલીસે મીનેશ પટેલ વિરુદ્ધ પોસ્કો એક્ટ અને અન્ય કલમો હેઠળ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી હતી.

Related Articles

Back to top button