ડાંગ

દક્ષિણ ડાંગ વન વિભાગમાં સમાવિષ્ટ વઘઇ રેન્જ વન વિભાગની ટીમે ગેરકાયદે રીતે જીપમાં લઈ જવાતા સાગી ચોરસાનો જથ્થો ઝડપી પાડ્યો

દક્ષિણ ડાંગ વન વિભાગમાં સમાવિષ્ટ વઘઇ રેન્જ વન વિભાગની ટીમે ગેરકાયદે રીતે જીપમાં લઈ જવાતા સાગી ચોરસાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. દક્ષિણ ડાંગ વન વિભાગનાં ડીસીએફ રવિપ્રસાદ રાધાક્રિષ્નાનાં માર્ગદર્શન હેઠળ વઘઇ રેંજના આરએફઓ ડી.કે.રબારી સહિત વનકર્મીઓની ટીમે વઘઇ રેન્જ વિસ્તારમાં લાગુ હદમાં નાઈટ પેટ્રોલિંગ હાથ ધર્યુ હતુ. દરમિયાન વઘઇ રેંજનાં આરએફઓ ડી.કે.રબારીને લાકડા તસ્કરી અંગેની બાતમી મળી હતી. બાતમીના આધારે આરએફઓ ડી.કે.રબારીની ટીમે ઉગા ચેકપોસ્ટ પર વોચ ગોઠવી હતી. દરમિયાન જીપ (નં. GJ-08-F-0895) આવતા ઉભી રાખી ચેકિંગ કરતા તેમાંથી પાસ પરમીટ વગરનાં સાગી ચોરસા 10 નંગ જે 0.426 ઘનમીટર રૂ. 29820નો જથ્થો મળી આવ્યો હતો. વનકર્મીઓએ સાગી ચોરસા સહિત ગાડી રૂ. 2 લાખ મળી રૂ. 2,29,820નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી લક્ષ્મણભાઈ જીવરામભાઈ ગાવિત તથા માલ જ્યાં ખાલી કરવાનો હતો તે વિનુભાઈ દશરિયાભાઈ ગાયકવાડ (રહે. ખાંભલા, તા.વાંસદા, જિ.નવસારી)ની અટક કરી કોર્ટમાં રજૂ કર્યો હતો. હાલમાં વઘઇ રેંજ દ્વારા લાકડા વિરપન્નો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

Related Articles

Back to top button