નર્મદા

ઝઘડીયાના ઈન્દોર નજીક નદીના પટ્ટમાં ગેરકાયદેસર સાદી રેતી ખનન ઝડપી પાડ્યું

ઝઘડીયા તાલુકાના ઈન્દોર નજીક નદીના પટ્ટમાં ચાલતું ગેરકાયદેસર સાદી રેતી ખનન ઝડપી પાડ્યું હતું. ટીમે એક મશીન અને ત્રણ ટ્રક મળી કુલ રૂ.80 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

ભરૂચના નર્મદા નદીના પટ્ટ વિસ્તારમાં બિનઅધિકૃત ખનનની ફરીયાદ ભરૂચ જિલ્લાના ભુસ્તર શાસ્ત્રીને મળતા તેમની તપાસણી ટીમે ભરૂચ જિલ્લાના ઝઘડિયાના ઈન્દોર પાસે નર્મદા નદી પટ્ટમાં ગેરકાયદેસર સાદી રેતી ખનીજનું ખનન ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લા ભુસ્તર શાસ્ત્રીને મળેલી બાતમીના આધારે આકસ્મિક તપાસણી હાથ ધરતા અંદાજિત 80 લાખનો મુદામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં એક મશીન તથા 03-ટ્રકો જપ્ત કરી ઉમલ્લા પોલીસ સ્ટેશન ખાતે મુકી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Related Articles

Back to top button