ઉચ્છલના આનંદપુર ગામે રેશનકાર્ડ ધારકોને તુવેરદાળ નિયમિત મળતી નથી

ઉચ્છલના આનંદપુર ગામમાં ચાલતી રૅશનિંગ દુકાનમાં છેલ્લાં ત્રણ માસથી તુવેરદાળનો જથ્થો નિયમિત મળતો ન હોય કાર્ડધારકોમાં નારાજગી ઉભી થઇ છે. આ સંદર્ભે ઉચ્છલના આનંદપુર ગામમાં ચાલતી રેશન દુકાન માંથી ગામ અને તેની આસપાસના વિસ્તારના લોકો રૅશનિંગ અનાજ મેળવે છે.આ ગામના કાર્ડ ધારક વિનોદ ગામીતે ઉચ્છલ મામલતદાર ને કરેલી લેખિત રજુઆત કરતાં જણાવ્યું કે મારા કાર્ડ પર છેલ્લે ઓગસ્ટ માં તુવેરદાળનો જથ્થો મળેલ હતો એ પછી બે ત્રણ માસથી તુવેરદાળ મળતી નથી. ઓક્ટોબર અને નવેમ્બરમાં પણ તેઓ અને ગામના અન્ય કેટલાંક કાર્ડ ધારકોને દાળ મળી નથી.
આ અંગે દુકાનદાર ને પૂછપરછ કરતાં તેણે જણાવ્યું કે સરકાર માંથી દાળ નો જથ્થો ઓછો મળે છે જેથી તુવેર દાળ દરેક કાર્ડ ધારકોને મળતી નથી અને પુરી થઈ જાય છે.જેથી અરજદારે મામલતદાર ને કરેલી રજુઆતમાં જણાવ્યાં મૂજબ તુવેરદાળનો જથ્થો જો સરકાર આપતી હોય તો દરેક કાર્ડ ધારકોને દાળ મળવું જોઈએ અથવા કોઈ ને ન મળવું જોઈએ સરકાર દ્વારા પૂરતા પ્રમાણમાં તુવેરદાળનો જથ્થો ફાળવવો જોઈએ જેથી ગરીબ અને મધ્યમ વર્ગના કાર્ડ ધારકોને મોંઘવારીના સમયમાં રાહત થાય.એ સાથે જ દરેક કાર્ડ ધારકોને સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ ભાવ અને પ્રમાણ મૂજબ અનાજ સમયસર મળે તે માટે જરૂરી વ્યવસ્થા પણ ગોઠવવા માં એ જરૂરી છે.




