સાગબરાના કોલવાણ ગ્રામ પંચાયતના બેડાપાણી ફળિયામાં અઠવાડીયા પહેલાં બનાવેલ પેવર બ્લોક અને શોકપિટના કામો જર્જરિત
કામ બાબતે તલાટી ક્રમ મંત્રીને પૂછતાં, 'મને કશું ખબર નહીં' કહી હાથ ખંખેર્યા

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના કોલવાણ ગ્રામ પંચાયતના બેડાપાણી ફળીયામાં અઠવાડીયા પહેલાં જ મુખ્ય રસ્તા પરનું કામકાજ નાના છોકરાએ રમતાં રમતાં બનાવ્યું હોય એવુ લાગી રહ્યું છે.
મળતી માહિતી મુજબ, બેડાપાણી ફળિયામાં અરવિંદભાઈ માહાર્યા ભાઈના ઘરથી ભારૂભાઈ ઉરશીયાભાઈના ઘર સુધી અંદાજે ૧૨૦ મીટરની આસપાસ લંબાઈવાળું પેવર બ્લોક બેસાડવાનું કામકાજ કરવામાં આવ્યું છે. જે એક તર્ક પ્રમાણે જેટલું કામ કરવાનું હોય તેના કરતા સરકારે ઓછું બજેટ આપ્યું હોય અથવા કોન્ટ્રાક્ટરે સેવાના અર્થે વધુ કાર્ય કર્યું હોય એવું પ્રતીત થાય છે. પણ પ્રશ્ન એ છે કે, જો કોન્ટ્રાક્ટરે સેવા જ કરવી હોય તો વ્યવસ્થિત કરવાની હતી, વેઠ ન ઉતારવાની હોય? કેમ કે, પેપર બ્લોક તથા શોકપિટના ખાડાના ઢાંકણ એક જ અઠવાડિયામાં તૂટીને અસ્તવ્યસ્ત થઈ ગયા છે. આ કામમાં પેવર બ્લોક માપ વગરના, તિરાડો પડેલી, ફુટી ગયેલા બ્લોક અને લેવલ કે ઉપર બારીક ભુખી પણ નાખવામાં આવેલ નથી તે પ્રથમ દ્રશ્યોમાં જોઈ શકાય છે.

આ બાબતે તલાટી કમ મંત્રીને પૂછપરછ કરતાં જણાવ્યું હતું કે, ‘મને આ કામકાજ બાબતે માહીતી નથી અને કયારે કામ શરૂ થયું તેની પણ ખબર નથી.’ જેવી બાબતો જણાવી પોતાનું કોઈ ઉત્તરદાયિત્વ જ ન હોય તેવું જાણવા મળ્યું હતું. તથા આ રસ્તો બેડાપાણીમાં જવા આવવા માટેનો મુખ્ય રસ્તો છે. આ રસ્તો ગામ લોકોના રોજિંદા વ્યવહાર ચલાવવા વપરાય છે. જેથી ગાડા, ટ્રેક્ટર, ટ્રકો કે પાણીની સુવિધા માટે બોરના વાહનો પણ કાઢવામાં આવે છે. તો મુખ્ય રસ્તા પર પેવર બ્લોક અઠવાડીયા પહેલાં જ કરવામાં આવેલ કામ લાંબુ ચાલશે નહી. અને તેના કારણે લોકોને ઘણું જ હેરાન થવું પડશે. ઉપરાત કોલવાણ ગ્રામ પંચાયતમાં દોઢેક મહીના અગાઉ સ્વચ્છતા ભારત મિશન અંતર્ગત શોકપિટનુ કામકાજમાં પણ શોકપિટમાં લોખંડના સળીયા પણ ઢાંકણ તૂટીને બહાર દેખાવા લાગ્યા છે. જેથી આ સમાજ ઉપયોગી કાર્ય વહીવટી તંત્ર ધ્યાને લઇ સરકારી પૈસાનો વ્યય થતો અટકે અને આ કર્યો ફરી બનાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.જો વહીવટીતંત્ર પણ આના તરફ લક્ષ્ય નહી આપે તો ગામલોકો જલદ આંદોલન કરવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે.




