માંડવીના ચાંદપુર ગામે ઉનાળા પહેલા જ પાણી માટે વલખા મારતા ગ્રામજનો
નારીશક્તિકરણ લઈ અનેક યોજનાઓ સરકારમાં ઘડાતી હોય, પણ મહિલાઓએ તો માથે બેડા લઈ હેન્ડ પંપ પર જ જવાનું રહ્યું...

માંડવી તાલુકામાં સઠવાવ ગામ પાસે પીવાનું પાણી પૂરું પાડવાની યોજના પ્રોજેક્ટ કરોડો રૂપિયાનો પ્લાન બનાવ્યો. પરંતુ તાપી કિનારાના અને જંગલ વિસ્તારના તાપી સાઈડના ગામડાઓમાં હજુ પીવાના પાણી માટે લોકો વલખા મારે છે. સઠવાવ પીવાના પાણીનો પ્રોજેક્ટ તેનું પાણી સઠવાવથી પીપલવાડા થઈ બલાલ તીર્થ, મગતરા, મહુડી અને ચાંદપુર સુધી પાણી પહોંચતું હોય. ત્યારે તેને લઈ જંગલ વિસ્તારની બહેનો પીવાના પાણી મુદ્દે ત્રાહિમામ પોકારી ઊઠી છે. એક બાજુ સરકાર નારી સુરક્ષાને લઈ અને નારીશક્તિકરણને લઇ અનેક યોજનાઓ અમલમાં મૂકે છે. અનેક યોજનાઓ ઘડી સવલતો પૂરી પાડે છે. પરંતુ આ સઠવાવ પીવાના પાણીનો પ્રોજેક્ટમાંથી પીપલવાડા સુધી પાણી આવે છે. ત્યાંથી પાણી આગળ જતું નથી. બલાલતિર્થ, મગતરા, મહુડી અને ચાંદપુર જેવા વિસ્તારમાં ત્યાંના સંપોમાં જે પીવાના પાણીપૂરા પડાતા નથી. જે ગામડાઓ સુધી પાણી પહોંચતું નથી. પીપલવાડા પુલ નીચેની ખાડી માંથી પૂર્વ તરફ આગળ પાણી જતું નથી. સરકારે કરોડો રૂપિયાનો પ્લાન બનાવ્યો ત્યારબાદ બલાલતીર્થ, મગતરા, મહુડી, અને ચાંદપુર જેવા વિસ્તારોમાં સંપો બનાવવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ તે સંપો સુધી અને સંપોમાં પાણી પાડવાની જવાબદારી પાણી પુરવઠા વિભાગ નાયબ કાર્ય પાલક ઇજનેર કચેરી સઠવાવ (માંડવી) ની સંપૂર્ણ જવાબદારી હોઈ શકે. પરંતુ જાગૃત નાગરિક એવા શૈલેષભાઈ બલાલતીર્થ જેઓની નાયબ કાર્યપાલક ઇજનેર સઠવાવ (માંડવી)ને વારંવાર રજૂઆત છતાં તેઓ તરફથી ખોટા જવાબો આપી કામ થઇ જશેના આશ્વસન જવાબો અપાતા હતા. ક્યારેક તો ડી.ઇ.ઇ સઠવાવ તરફથી રિપેર કામ કરવા માટે ટીમને મોકલી આપી છે. તેવા જવાબો આપવામાં આવતા હતા. ક્યારેક બલાલ તીર્થ ગામે સંપમાં પાણી પડે છે. તેવું પણ જણાવવામાં આવતું હતું. ત્યારે વધુ તપાસ કરતા પીપલવાડાથી આગળ પાણી જતું ન હોવાનું રહસ્ય અરજદાર શૈલેષભાઈ બલાલતીર્થ બહાર લાવ્યા છે. તેમજ બલાલ તીર્થ ગામ સ્ટેશન જતા ત્યાંથી સેજ આગળ મહુડી ચાંદપુર જવાના રસ્તા પર અને મહુડી ચોકડી પાસેથી મહુડી અને ચાંદપુર તરફ પાણીની લાઈન જાય છે. પરંતુ મહુડી તથા ચાંદપુર સંપમાં પાણી પડતું નથી જ્યારે સંપ માં પાણી પાડવાની જવાબદારી પાણી પુરવઠા બોર્ડ કચેરી , પીવાનું પાણી પૂરું પાડનાર સઠવાવ પ્રોજેક્ટ ના જવાબદાર અધિકારીની હોઈ શકે.
લો.. જુઓ.. પ્રજા જુઓ.. ઓળખી લ્યો… આ નેતાઓને.. જ્યારે ચૂંટણી આવે ત્યારે ગાંધીવાદી વસ્ત્રો ધારણ કરી આદિવાસીઓના કીમતી મતો લેવા સત્તા પર બેઠેલા પ્રજાના રક્ષકો મોટા મોટા વચનો લઈ ગામડાઓની શેરીએ શેરીએ પ્રચાર અને પ્રસાર કરે છે. પરંતુ ગામડાની મહિલાઓ મરઘા બોલે તે પહેલા સમયથી ઉઠીને કમ્મરે બેડા લઈને પાણી ભરવા જંગલ વિસ્તારના ગામડાઓમાં મહિલાઓ વલખા મારે છે. ત્યારે આના તરફ સરકાર ક્યારે નજર નાખશે. આવા સંપો સુધી પાણી પહોંચાડવાનું કામ ન કરનાર અધિકારી સામે સરકાર શું પગલાં ભરે તે પણ જોવાનું રહ્યું પ્રજાએ.. અને ક્યારેય આ સંપો સુધી પાણી જાય. અને ત્યાંની મહિલાઓને પીવાના પૂરતા પ્રમાણમાં પાણી મળી રહેવા પામે. તેવી ત્યાના સ્થાનિક લોકોની માંગ ઉઠવા પામી છે.




