ચીખલીમાં નિધિ લિમિટેડ નામની કંપનીએ 100થી વધુને કરોડના પૈસાની ઠગાઇ કરી

નવસારી જિલ્લામાં ઊંચા વળતરની લાલચ આપી રોકાણકારો પાસે કરોડો રૂપિયા લઈને પાકતી મુદતે વ્યાજ સાથે મુદ્દલ ન આપતા ભેરવાયેલા અનેક ઇન્વેસ્ટરોની પોલીસ ફરિયાદ સામે આવી છે. જે પૈકીની એક ફરિયાદ ચીખલી વિસ્તારમાં સામે આવી છે. જેમાં એક જ પરિવારના ત્રણ મળી કુલ પાંચ દ્વારા 100 થી વધુ રોકાણકારોને કરોડો રૂપિયામાં નવડાવતા આખરે પોલીસ ફરિયાદ ફાટી છે,પોલીસે પાંચ સામે ફરિયાદ નોંધની શોધખોળ શરૂ કરી છે.
ચીખલીમાં રહેતા જયંતિ વલ્લભભાઈ સોલંકી નામના ફરિયાદીએ કુલ પાંચ સામે ફરિયાદ નોંધાવી છે, જેમાં સાગર દિલીપભાઈ રાઠોડ,વિશાલ દિલીપભાઈ રાઠોડ, ચૈતાલી સાગર રાઠોડ, મીરલ મહેશભાઈ પટેલ, અનિલ બાબુભાઈ રાઠોડ નામના વ્યક્તિઓ દ્વારા ગુનાહિત કાવતરું રચી સમર ગૃપ નામની મંડળી ઊભી કરી રોકાણકારો તથા અન્ય પાસે રોકાણ ની સામે ઊંચા વળતરની લાલચ આપી ટુ બ્રધર્સ મ્યુચ્યુઅલ નિધિ લિમિટેડ નામની કંપની ખોલવાની છે, તેવી લોભામણી લાલચ આપી 100 થી વધુ રોકાણકારોને વિશ્વાસમાં લઈ કુલ 5,02,36,205 જેટલી રકમ ની છેતરપિંડી કરી પૈસા પરત ન કરતા રોકાણકારો દ્વારા ચીખલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવી છે.
આ સમગ્ર ખેતરપિંડીની શરૂઆત 2019 થી કરવામાં આવી હતી અને 2021 થી સૌથી વધુ રોકાણ પાંચેય આરોપીઓએ મેળવ્યું હતું, આ પાંચ આરોપી પૈકી સાગર સાગર, વિશાલ અને ચૈતાલી એક જ પરિવારના સભ્યો છે અને અન્ય એક ચકલી તથા એક આરોપી નવસારી શહેરમાં રહે છે,હાલમાં એક ફરિયાદીની ફરિયાદ લઈ અન્ય રોકાણકારોને સાક્ષી બનાવી પાંચની શોધખોળ ચીખલી પોલીસે શરૂ કરી છે. કેસની તપાસ જેટલી પી.આઇ કે.એચ ચૌધરીને સોંપવામાં આવી છે જેમાં ગુજરાત પ્રોટેક્શન ઇન્ટરેસ્ટ ઓફ ડિપોઝીટર્સ ની કલમ 3 મુજબ કેસ નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે.




