નર્મદા
પડતર માગણીઓ સંદર્ભમાં ફરી નર્મદા જિલ્લામાં શિક્ષકોએ કાળા વસ્ત્રો પહેરીને સરકાર સામે વિરોધ નોંધાવ્યો

નર્મદા જિલ્લામાં શિક્ષકોએ પડતર માગણીઓના સંદર્ભમાં કાળા વસ્ત્રો ધારણ કરી સરકાર સામે વિરોધ કર્યો હતો. શિક્ષકો કાળો શર્ટ અને શિક્ષિકાઓ કાળો ડ્રેસ પહેરીને શાળામાં આવી હતી. શિક્ષકોના પડતર પ્રશ્નોમાં જૂની પેન્શન યોજના પુનઃ શરૂ કરવી, ફિક્સ પગારી યોજના મૂળ અસરથી દૂર કરી પૂરા પગારમાં ભરતી કરવીએ મુખ્ય પ્રશ્ન છે. અન્ય માગણીઓમાં 01-04-2005 પહેલા ભરતી થયેલા કર્મચારીઓને જીપીએફ અને જૂની પેન્શન યોજનાનો લાભ આપવો, સીપીએફમાં કર્મચારીના 10% ફાળા સામે સરકારએ 14% ફાળો ઉમેરવો, વગેરે છે.




