ભરૂચ

નેત્રંગમાં 9 કલાકમાં 300થી વધારે લારીગલ્લાઓ ઉપર તંત્રનું બુલડોઝર ચાલ્યું

ભરૂચ જિલ્લાના નેત્રંગની નજીક આવેલા કોલીયાપાડા સહિતના ગામોમાં આવી સ્થિતિ સામાન્ય બની છે. ડુંગર પર ટેબલ અને ટેબલ પર લેપટોપ મૂકી કર્મચારીઓ કામ કરી રહ્યાં છે. મોબાઇલનું નેટવર્ક નહિ હોવાથી કર્મચારીઓ અરજદારોના રેશનકાર્ડ અપડેટ કરી રહ્યાં છે. અહીંના અનેક ગામોમાં હાલ આવા હરતા ફરતાં કેન્દ્રો જોવા મળી રહ્યાં છે.

નેત્રંગ ટાઉનના ઈતિહાસનું સૌથી મોટુ ઓપરેશન ડીમોલીશન શનિવારના રોજ હાથ ધરવામાં આવ્યું હતું. રાજય તથા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર લારીગલ્લાના 300 જેટલા દબાણો દૂર કરવામાં આવ્યાં હતાં. 300 જેટલા સરકારી અધિકારીઓની હાજરીમાં 8 જેસીબી તથા પોલીસ બંદોબસ્ત સાથે શનિવારે સવારથી દબાણો હટાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. દબાણો હટાવવા મામલે સાંસદ મનસુખ વસાવાએ કલેકટરને પત્ર લખી વેપારીઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી દબાણો નહિ હટાવવા રજૂઆત કરી હતી પણ શનિવારે તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતું.

નેત્રંગ થઈને એક રાજ્ય ધોરીમાર્ગ, નેશનલ હાઈવે તેમજ નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના મુખ્ય માર્ગો આવેલા છે . ચાર રસ્તા ઉપર ચારેય બાજુ વર્ષોથી લારી, ગલ્લા ,સેડ તેમજ પાકા ઓટલા બનાવીને ખૂબ મોટાપાયે દબાણ કરવામાં આવ્યું હતું. દબાણના કારણે વાહન વ્યવહાર, પાર્કિંગ વ્યવસ્થા ,ગંદકી અને રસ્તા ઉપર પાણી ભરાતા તૂટી જતો હતો.

આ કારણે દબાણ હટાવવું અતિ આવશ્યક બની ગયુ હતું જેને લઇ નેત્રંગ ટાઉનના ઇતિહાસમાં સૌથી મોટું દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. 250થી વધારે પોલીસ જવાનો, 300 જેટલા અધિકારીઓ અને 8 જેસીબી સાથે શનિવારે સવારે દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જે ટાઉનના ઇતિહાસનું સૌથી મોટુ ઓપરેશન ડીમોલીશન હતું.

તમામ લોકોએ સહકાર આપ્યો છે

નેત્રંગમાં દબાણ હટાવવાની કામગીરીમાં 1 ડીવાયએસપી ,5 પીઆઇ ,6 પીએસઆઈ અને 250 પોલીસ જવાનોનો સ્ટાફ સવારે 9:00 વાગ્યાથી નેત્રંગ ચાર રસ્તાની ચારેય બાજુના દબાણ હટાવવાની કામગીરીમાં હાજર રહ્યા હતા. સાંજના 6 વાગ્યે પણ આ કામગીરી ચાલુ હતી. આર. સી. વસાવા, પીઆઇ, નેત્રંગ પોલીસ સ્ટેશન.

કલેકટરને ગરીબોના દબાણો દેખાયા

કલેકટરને માત્ર ગરીબોના જ દબાણો દેખાય છે. માલેતુજારોના દબાણો દૂર કરવા બે વર્ષથી સંકલનમાં રજૂઆત કરી છે પણ કોઇ કાર્યવાહી થઇ નથી. ગરીબ લારીઓવાળા સામી દિવાળીએ બેકાર બની ગયાં છે. દુકાનોની આગળ લારીઓ મુકીને ધંધો કરતાં હતાં અને રસ્તા પર નડતરરૂપ પણ ન હતાં. > મનસુખ વસાવા, સાંસદ, ભરૂચ

લારીધારકોને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપો

સામાન્ય લોકો રોજનું કમાઈને પરિવારનું ગુજરાન ચલાવે છે તેના માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ નહીં તો બેકાર થઈ જતા અવડા રવાડે ચડી જશે અને પરિવાર બરબાદ થઈ જશે. એક જોતા દબાણ હટતા દુકાનો ખુલ્લી થઈ ગઈ છે વેપાર વધશે ઘણી સમસ્યાઓ દૂર થઈ જશે. > જીતેન્દ્ર દોશી નેત્રંગ

Related Articles

Back to top button