નર્મદા

સેલંબા ગ્રુપ ગ્રામ પંચાયતમાં મહીલા સરપંચના પતિ વહીવટ કરવા બાબતે કોઈ પરિણામ ન મળતાં સીએમ જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં ફરિયાદ

સામાન્યસભામાં મહીલા સરપંચના પતિ વહીવટ કરતાં વિરોધ થતાં ઢોંગ કરી ઓબીસી મહીલા સભ્ય પર એક્ટ્રોસીટીની ફરિયાદ... સભ્ય પંકજકુમાર

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના સેલંબા ગ્રુપ ગ્રામ પંચાયતના મહીલા સરપંચના પતિ વહીવટ કરતાં હોવાના અવારનવાર ખબરો મળતી રહી છે.અને તે બાબતે અગાઉ પણ રજુઆતો થઈ ચુકી છે.

તે પૈકી સેલંબા ગ્રુપ ગ્રામ પંચાયતમાં તા.૧૩/૦૬/૨૦૨૪ના રોજ સામાન્યસભા પ્રાથમિક શાળા સેલંબામાં સવારે ૧૧-૩૦ કલાકે રાખવામાં આવેલ હતી. સભામાં સરપંચ, સભ્યો અને તલાટી કમ મંત્રી હાજર રહી આવેલ અરજીઓનો નિકાલ અને વિકાસશીલ બાબતોની ચર્ચાઓ કરી બહુમતીથી ઠરાવો કરવાના હોય છે. પરંતુ તે સભામાં મહીલા સરપંચ સોનલબેન તડવીને બદલે તેમના પતિ આકાશ ગંગારામ તડવી વહીવટ કરતાં ઓબીસી મહીલા સભ્ય પુંજાબેન ગોવિંદભાઈ ગોસાઈ દ્વારા વિરોધ કરાતાં પોતે માર ખાધાનો ઢોંગ કરી ઓબીસી મહીલા સભ્ય વિરુદ્ધ સાગબારા પોલીસ સ્ટેશનમાં એક્ટ્રોસીટીની કલમ લગાડી ફરિયાદ કરવામાં આવી હતી.

આ તમામ બાબતોની મહીલા સભ્ય ઓબીસી સભ્યો પુંજાબેન ગોસાઈ અને પંકજકુમાર વિજયભાઇએ સૌપ્રથમ તા.૧૩/૦૬/૨૦૨૪ના રોજ તાલુકા વિકાસ અધિકારી – સાગબારાને જાણ કરી હતી.અને તા.૧૮/૦૬/૨૦૨૪ ના રોજ આ બે સભ્યોએ જિલ્લા વિકાસ અધિકારી તથા કલેકટર – નર્મદાને સુધ્ધાં લેખિતમાં સમગ્ર ઘટનાની પુરાવા પેનડ્રાઈવમાં અરજી સાથે જાણ કરી હતી. છતાં આજદીન સુધી વહીવટીતંત્ર પક્ષપાતી વલણ અપનાવી રહ્યું હોય એ રીતે સેલંબા ગ્રુપ ગ્રામ પંચાયતના મહીલા સરપંચ કે તેમના પતિ પર કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી.તે કારણે સભ્યોની કોઈપણ વાત વહીવટીતંત્રએ કાને ન ધરતાં અગાઉ યોજાનાર મુખ્યમંત્રીનાં નર્મદા જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં સભ્ય પંકજકુમાર વિજયભાઇ વસાવાએ પોતાના સભ્ય લેટરપેડના જાવક નં – ૨૮/૨૯ થી તા.૦૯/૦૭/૨૦૨૪ ના રોજ રજુઆત કરવામાં આવેલ છે‌.

Related Articles

Back to top button