ધારાસભ્ય મોહન ઢોડિયાનું નથી સાંભળતા અધિકારીઓ! કહ્યું “SP ફોન ઉપાડતાં નથી”
તાપી જીલ્લાની સંકલન સમિતિની બેઠક કલેક્ટરનાં અધ્યક્ષ સ્થાને મળી હતી. સંકલન સમિતિનિ બેઠકમાં ધારાસભ્યએ આક્ષેપ કર્યો હતો કે તાપી જીલ્લામાં વહીવટીકરણ જેવું કશું ન નથી. મારે દુઃખ સાથે કહેવું પડે છે કે અધિકારીઓ કોઈની વાત સાંભળતા નથી.

- ધારાસભ્ય મોહન ઢોડિયાએ સંકલન બેઠકમાં મુદ્દો ઉઠાવ્યો
- તાપીમાં અધિકારીઓ વાત નહીં સાંભળતા ધારાસભ્ય અકળાયા
- મહુવા વાલોડના ધારાસભ્ય મોહન ઢોડિયા અધિકારીઓ સામે અકળાયા
તાપી જિલ્લાની સંકલન સમિતિની બેઠક મળી. જેમાં ધારાસભ્ય મોહન ઢોડિયાએ બુહારી ગામમાં તળાવ વચ્ચે ડૉ.આંબેડકરની પ્રતિમા મુકાવા અંગેનો મુદ્દો ઉઠાવ્યો લ હતો. તાપી જિલ્લામાં અધિકારી વાત ન સંભાળતા હોવાના આક્ષેપો ધારાસભ્ય મોહન ઢોડિયા દ્વારા કરવામાં આવ્યાં. અધિકારીઓ વાત ન સાંભળતા ધારાસભ્ય મહુવા વાલોડના અધિકારીઓ સામે અકળાયા.
મૂર્તિ મૂકનારા લોકોએ કાયદાનું પાલન ન કર્યાનો પત્રમાં ઉલ્લેખ
ધારાસભ્ય મોહન ઢોડિયાએ આક્ષેપો કરતા કહ્યું કે “તાપી જિલ્લામાં વહીવટીકરણ અને કાયદા જેવું કંઈ જ રહ્યું નથી.” અગાઉ આદિવાસી સંગઠને તળાવના વચ્ચે ડૉ.આંબેડકરની પ્રતિમા મુકાઈ હતી જોકે મોહન ઢોડિયા પણ પ્રતિમ મુકવા માંગતા હતા. પરંતુ અન્ય સંગઠને પ્રતિમા મુકી દેતા મોહન ઢોડિયાએ SP, કલેક્ટર સહિતના અધિકારીઓને પત્ર લખીને રજૂઆત કરી હતી. મૂર્તિ મૂકનારા લોકોએ કાયદાનું પાલન ન કર્યાનો પત્રમાં ઉલ્લેખ કરાયો હતો. આ અંગે તંત્ર તરફથી યોગ્ય કાર્યવાહી ન કરતા ધારાસભ્ય મોહન ઢોડિયાએ રોષ વ્યક્ત કર્યો.
કેટલાક લોકોએ દુકાને દુકાને ખુલ્લેઆમ પૈસા ઉઘરાવ્યાઃ મોહન ઢોડિયા
આ બાબતે મહુવા (સુરત)નાં ધારાસભ્ય મોહન ઢોડિયાએ જણાવ્યું હતું કે, “7 મી ઓગસ્ટથી કેટલાક લોકો જેને સંગઠન સાથે કંઈ લેવા દેવા નથી. જેઓ સંગઠનનો પોતાનું સમજી બેઠા છે. હું પણ પોતે આદિવાસી છું. અને એનું કંઈ સંગઠન જેવું નથી. પરંતું કેટલાક લોકો એવું સમજીને બેઠેલા છે કે અમે સંગઠનવાદી છીએ. એમ કરીને દુકાને દુકાને પૈસા ઉઘરાવવા માટે ખુલ્લેઆમ ધમકીઓ આપીને ફર્યા. અને પોલીસ તેઓને પ્રોત્સાહન કરે છે. એસપીને મેં બે થી ત્રણ ફોન કર્યા પરંતું એ ફોન પણ ઉંચકતો નથી.” ત્રણથી ચાર વખત મેં ધારાસભ્યને રજૂઆત કરી છે. તેમજ કલેક્ટરને પત્ર પણ લખ્યો છે.



