તાપી

નિઝર તાલુકાના હિંગણી ગામમાં સરકારના વિકાસના પૈસા ખિસ્સામાં ભરતા કોન્ટ્રાકટરોનો ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર ભુમ મારી રહ્યો છે; સરકાર ધૂતરાષ્ટ્ સમાન બેઠી છે

તાપી જિલ્લાના નિઝર તાલુકામાં આવેલ હિંગણી ગામની સીમમાથી પસાર થતા ચાંદવા નાળા ઉપર વર્ષો પહેલા વરસાદી પાણી સંગ્રહ કરવા માટે સિંચાઈ વિભાગ હેઠળ લાખોના ખર્ચે ચેકડેમનું નિર્માણ કરવા આવેલ છે. વરસાદી પાણીના વહેણથી ચેકડેમનું ધોવાણ થતા જ ચેકડેમના બાંધકામમાં વેઠ ઉતારીને ભ્રષ્ટાચાર કરવા આવેલ હોવાનું ખુલ્લું જણાઈ આવે છે.

જે તે સમયે ચેકડેમના બાંધકામની કામગીરી તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટરને સોંપવામાં આવી હતી. જેમાં નાળા પર બનેલ ચેકડેમના બાંધકામમાં કોન્ટ્રાકટર દ્વારા મોસમોટા પથ્થરો મૂકી ચેકડેમનું બાંધકામ કરવામાં આવેલ છે. ગત વર્ષે ચોમાસાની ઋતુમાં પડેલા વરસાદી પાણીનું ભારે વહેણથી ચાંદવા નાળા ઉપર બનાવેલ ચેકડેમનું ધોવાણ થયું છે. વરસાદી પાણીના વહેણથી ચેકડેમનું ધોવાણ થતા જ ભ્રષ્ટાચારની પોલ ખુલ્લી થઇ ગયેલ છે. હિંગણી ગામની સીમમાંથી પસાર થતું નાળામાં વરસાદી પાણીનું સંગ્રહ થાય. જેથી આજુબાજુના વિસ્તારમાં પાણીનું સ્તર ઉચું આવે. તેમજ આ વિસ્તારમાં ખેતરોમાં શિયાળા અને ઉનાળાની ઋતુઓમાં પણ સિંચાઈની સુવિધા મળી રહે તે માટે સરકાર દ્વારા નાળા ઉપર લાખોના ખર્ચે ચેકડેમ બનાવવા આવેલ છે. પરંતુ ચેકડેમનું બાંધકામ કરનાર કોન્ટ્રાકટર દ્વારા ચેકડેમનું બાંધકામ કરતી વેડાએ બાંધકામમાં મોટા મોટા પથ્થરો મુકીને ચેકડેમના બાંધકામમાં વેઠ ઉતારી ભ્રષ્ટાચાર કરવામાં આવેલ છે. ગત વર્ષે ચોમાસાની ઋતુમાં પડેલ વરસાદી પાણીનું ભારે વહેણ આવી જતા નાળા પર લાખોના ખર્ચે બનેલ ચેકડેમનું અનેક જગ્યાએ ધોવાણ થઇ ગયું છે. વરસાદી પાણીના વહેણથી ચેકડેમનું ધોવાણ થતા ભ્રષ્ટાચારની પોલી ખુલી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button