ઉમરપાડામાં આમ આદમી પાર્ટીએ નૂતન વર્ષના વધામણા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાના ઉપસ્થિતિમાં કર્યા

ઉમરપાડા તાલુકા મથક ખાતે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાની ઉપસ્થિતિમા માંગરોળ વિધાનસભા આમ આદમી પાર્ટીના કાર્યકરોનો સ્નેહમિલન સમારંભ યોજાયો હતો. માંગરોળ વિધાનસભાની બે વર્ષ પહેલા યોજાયેલી ચૂંટણીના સારા પરિણામ પછી આમ આદમી પાર્ટી દ્વારા પાર્ટીને વધુ સંગઠિત કરવા માટેના પ્રયાસો થઈ રહ્યા છે. જેના ભાગરૂપે નૂતન વર્ષનો સ્નેહમિલન સમારંભ યોજવામાં આવ્યો હતો.
આ સમારંભ સ્થાનિક સ્થાનિક આગેવાનો અને પાર્ટીના જિલ્લા મહામંત્રી સ્નેહલભાઈ વસાવા, તાલુકા સંગઠન પ્રમુખ રણજીત વસાવા, સિરીષભાઈ ચૌધરી, કેતનભાઇ ભટ્ટ, અખિલભાઇ ચૌધરી સહિત સંગઠનના કાર્યકર્તાઓ દ્વારા ધારાસભ્ય ચૈતરભાઇ વસાવાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મહામંત્રી સ્નેહલભાઈ વસાવા તેમજ અખિલભાઇ ચૌધરી દ્વારા પ્રસંગને અનુરૂપ શુભેચ્છા પાઠવી સંબોધનો કરવામાં આવ્યા હતા.
ધારાસભ્ય ચૈતરભાઇ વસાવાએ નુતન વર્ષની સૌ પ્રજાજનો કાર્યકર્તાઓને શુભકામનાઓ પાઠવી હતી આદિવાસી સંસ્કૃતિ અને પરંપરા ને જાળવી રાખવા અનુરોધ કર્યો હતો. ઉમરપાડા તાલુકામાં સરકારની વિવિધ યોજનાઓમાં ભારે ભ્રષ્ટાચાર ગેર રીતિ થઈ રહી છે યુવાનો ખેડૂતોના પ્રશ્નો ઉકેલાતા નથી જેથી આદિવાસી પ્રજાજનોના હક અને અધિકાર માટે લડતનું આહવાન કર્યું હતું. વધુમાં તેમણે આગામી સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચૂંટણીમાં આમ આદમી પાર્ટી સ્વતંત્ર રીતે ચૂંટણી લડશે તેવી જાહેરાત કરી હતી. આ સ્નેહમિલન સમારોહમાં પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.




