ભારતે પહેલી T20 મેચમાં શ્રીલંકાને 43 રને હરાવ્યું, સૂર્યકુમાર યાદવ-ગૌતમ ગંભીરની શાનદાર શરૂઆત
ટીમ ઇન્ડિયાએ પહેલા બેટિંગ કરતા 213 રન બનાવ્યા હતા અને શ્રીલંકા આ લક્ષ્ય હાંસલ કરી શક્યું ન હતું અને માત્ર 170 રન જ બનાવી શક્યું હતું. આમ તે 43 રનથી હારી ગયું હતું.

શ્રીલંકા સામેની ટી20 સિરિઝની પહેલી મેચમાં ભારતે શ્રીલંકાને સાત વિકેટે હરાવ્યું છે. . ટીમ ઇન્ડિયાએ પહેલા બેટિંગ કરતા 213 રન બનાવ્યા હતા અને શ્રીલંકા આ લક્ષ્ય હાંસલ કરી શક્યું ન હતું અને માત્ર 170 રન જ બનાવી શક્યું હતું. આમ તે 43 રનથી હારી ગયું હતું. ભારત માટે શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત અને યશસ્વી જયસ્વાલે શાનદાર પરફોર્મન્સ કર્યુ હતું. . અક્ષર પટેલ અને અર્શદીપ સિંહે શાનદાર બોલિંગ કરી હતી. ઉપરાંત, રિયાન પરાગની એક ઓવર શ્રીલંકાને ભારે પડી હતી, જેણે તેની હાર નક્કી કરી હતી. ત્રણ મેચની ટી20 સિરીઝમાં ભારત 1-0 થી આગળ નીકળ્યું છે હવે રવિવારે બીજી ટી20 મેચ રમશે.
સૂર્યકુમાર યાદવે 26 બોલમાં 58 રન બનાવ્યા
સૂર્યકુમાર યાદવ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન છે. તેણે 26 બોલમાં 58 રન બનાવ્યા હતા. તેની આ શાનદાર ઇનિંગ્સની મદદથી ભારત 213 રન બનાવી શક્યુ હતું. . તે પછી રિયાન પરાગ બેટિંગમાં આવ્યો હતો. તેણે 17મી અને 20મી ઓવર ફેંકી હતી અને માત્ર 8 બોલમાં 3 વિકેટ ઝડપી હતી. તેણે 3 ઓવરમાં માત્ર 5 રન આપ્યા હતા. મોટી વાત એ છે કે પરાગની ઓવરમાં એક રન આઉટથી પણ વિકેટ પડી હતી.. તેનો અર્થ એ કે તેની 8 બોલની સ્પેલમાં, શ્રીલંકાએ 4 વિકેટ ગુમાવી હતી અને તે તેમની હારનું કારણ હતું.
પાવરપ્લેમાં 74 રનની ઓપનિંગ ભાગીદારી
શ્રીલંકાએ ટોસ જીતીને ઇન્ડિયાને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું . ભારત તરફથી શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલે ઓપનિંગ કરી હતી. આ જોડીએ પાવરપ્લેમાં 74 રનની ભાગીદારી કરી હતી. ગિલે 16 બોલમાં 34 અને યશસ્વીએ 21 બોલમાં 40 રન બનાવ્યા હતા. જો કે, આ બંને ખેલાડીઓ સળંગ બે બોલ પર પેવેલિયનમાં પાછા ફર્યા હતા . જોકે સૂર્યકુમાર યાદવે બાજી સંભાળી લીધી હતી, અને શ્રીલંકા બેકફૂટ પર ધકેલાઇ ગયું હતું.




