બેટિંગ-બોલિંગમાં ‘યુવા’ ભારતીય ટીમનો કમાલ… ઝિમ્બાબ્વેમાં મચાવી ધૂમ મચાવી, શ્રેણીમાં 2-1 થી આગળ
ભારતીય ટીમ અને ઝિમ્બાબ્વે વચ્ચે 5 મેચની T20 સીરીઝની ગઈકાલે ત્રીજી મેચ રમાઈ રહી હતી.

ભારતીય ટીમ અને ઝિમ્બાબ્વે વચ્ચે 5 મેચની T20 સીરીઝની ગઈકાલે ત્રીજી મેચ રમાઈ રહી હતી. આ મેચ હરારે સ્પોર્ટ્સ ક્લબ સ્ટેડિયમમાં રમાઈ રહી હતી. મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 183 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં ઝિમ્બાબ્વેએ 6 વિકેટ ગુમાવીને 159 રન જ બનાવ્યા હતા.
ગિલે રમી કપ્તાની ઇનિંગ
મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 4 વિકેટ ગુમાવીને 182 રન બનાવ્યા હતા. યશસ્વી જયસ્વાલે શુભમન ગિલ સાથે મેચની શરૂઆત કરી હતી. ગિલે કેપ્ટનશિપની ઇનિંગ રમતા 49 બોલમાં 66 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 3 સિક્સ અને 7 ફોર ફટકારી હતી. જ્યારે યશસ્વીએ 36 રન બનાવ્યા હતા. આ સિવાય મિડલ ઓર્ડરમાં ઋતુરાજ ગાયકવાડે 28 બોલમાં 49 રનની ઇનિંગ રમી હતી. છેલ્લી મેચમાં સદી ફટકારનાર અભિષેક શર્માને ત્રીજા નંબરે મોકલવામાં આવ્યો હતો જે માત્ર 10 રન બનાવી શક્યો હતો. નબળી ફિલ્ડિંગ વચ્ચે ઝિમ્બાબ્વે તરફથી કેપ્ટન અને સ્પિનર સિકંદર રઝાએ 2 વિકેટ ઝડપી હતી.
સિરીઝમાં 2-1થી ભારત આગળ
તમને જણાવી દઈએ કે પ્રથમ મેચ 13 રને જીતીને ઝિમ્બાબ્વેએ શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી હતી. પરંતુ ભારતીય ટીમે બીજી મેચ 100 રનથી જીતી અને આજની મેચ 23 રને જીતી શ્રેણીમાં 2-1થી ભારત આગળ વધી ગઈ છે.
ભારતીય ટીમમાં 4 મોટા ફેરફાર
આ મેચ માટે કેપ્ટન ગિલે પોતાના પ્લેઈંગ-11માં 4 મોટા ફેરફાર કર્યા છે. સાઈ સુદર્શન, રિયાન પરાગ, ધ્રુવ જુરેલ અને મુકેશ કુમારને પડતો મૂકવામાં આવ્યો છે. જ્યારે સંજુ સેમસન, યશસ્વી જયસ્વાલ, શિવમ દુબે અને ખલીલ અહેમદને એન્ટ્રી મળી છે. ખલીલ પણ પ્રથમ મેચ રમ્યો હતો. જ્યારે સંજુ, યશસ્વી અને શિવમ આ મેચથી ટીમ સાથે જોડાયેલા છે.
બંને ટીમો વચ્ચે T20 રેકોર્ડ
- કુલ T20 મેચ: 10
- ભારત જીત્યું: 7
- ઝિમ્બાબ્વે જીત્યું: 3
ભારત અને ઝિમ્બાબ્વેના પ્લેઈંગ-11
ભારતીય ટીમઃ યશસ્વી જયસ્વાલ, અભિષેક શર્મા, શુભમન ગિલ (કેપ્ટન), રૂતુરાજ ગાયકવાડ, સંજુ સેમસન (વિકેટકીપર), શિવમ દુબે, રિંકુ સિંહ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, અવેશ ખાન અને ખલીલ અહેમદ.
ઝિમ્બાબ્વે ટીમઃ વેસ્લી માધવેરે, તદીવાનાશે મારુમાની, બ્રાયન બેનેટ, સિકંદર રઝા (કેપ્ટન), ડીયોન માયર્સ, જોનાથન કેમ્પબેલ, ક્લાઈવ મડાન્ડે (વિકેટમાં), વેલિંગ્ટન મસાકાડઝા, રિચાર્ડ નગારવા, બ્લેસિંગ મુઝારાબાની અને ટેન્ડાઈ ચતારા.




