માંગરોળ

માંગરોળ ગેંગરેપ કેસમાં આજથી ઇન્સાફી કાર્યવાહી શરૂ

પીડિતાની જુબાની 16 નવેમ્બરના રોજ લેવામાં આવશે

માંગરોળ ગેંગરેપ કેસમાં આજથી ઇન્સાફી કાર્યવાહીની શરૂઆત થઈ છે. આ કેસમાં ચાર્જ ફ્રેમ થયા બાદ ઇન્સાફી કાર્યવાહીની શરૂઆત થઈ હતી. જેમાં પ્રથમ દિવસે પીડિતાના મિત્રની જુબાની લેવામાં આવી હતી.

સુરત માંગરોળ વિસ્તારમાં ત્રણ આરપીઓ દ્વારા સગીરા ઉપર ગેંગરેપની ઘટના આચરવામાં આવી હતી. નવરાત્રિ દરમિયાન આઠમી ઓક્ટોબરના રોજ માંગરોળના મોટા બોરસરા ગામ નજીક રાત્રિ દરમિયાન જ્યારે પીડિતા પોતાના મિત્ર સાથે બાઈક નજીક ઉભી હતી, ત્યારે ત્રણ આરપીઓ મુન્ના, શિવશંકર અને રામ સજીવન ત્યાં પહોંચી આવ્યા હતા.

આરોપીઓએ સગીરા અને તેના મિત્રને માર મારી મોબાઇલ અને ચેનની લૂંટ કરી હતી. એટલું જ નહીં પીડિતા અને તેના મિત્રના નગ્ન ફોટા પણ મોબાઈલમાં પાડ્યા હતા. ત્યાર બાદ બંનેને શારીરિક સંબંધ બાંધવા માટે કીધું હતું. આ દરમિયાન બંને ખેતર તરફ ભાગ્યા હતા, પરંતુ પીડિતા ખેતરમાં પડી ગઈ હતી અને તેના મિત્ર ગામ તરફ ભાગ્યો હતો.

પીડિતા ઉપર આ ત્રણે આરોપીઓએ બળાત્કાર ગુજારીયો હતો. ચાર્જશીટ બાદ ચાર્જ ફ્રેમની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આજથી ઇન્સાફી કાર્યવાહી શરૂ થઈ છે. મિત્રની જુબાની બાદ હવે 16 નવેમ્બરના રોજ પીડિતાની જુબાની લેવામાં આવશે. અત્રે ઉલ્લેખની એ છે કે ત્રણ આરોપીઓ પૈકી શિવ શંકરનું મેડિકલ તપાસ દરમિયાન અવસાન થયું હતું. આ સમગ્ર મામલે સરકાર પક્ષ તરફથી સરકારી વકીલ નયન સુખડવાલા હાજર રહ્યા હતા.

Related Articles

Back to top button