માંડવી
માંડવીના બૌધાન ગામમાં એક વર્ષ અગાઉ બનેલા રસ્તા પર પડેલા ખાડા પુરાણ કરવા માંગ

માંડવી તાલુકાના બૌધાન ગામે એકાદ વર્ષ પહેલાં બનેલા આંતરિક માર્ગનું ઠેર ઠેર ધોવાણ થઈ રહ્યું છે.
બૌધાન ગામના પ્રવેશદ્વારથી લઈ આંતરિક માર્ગો એકાદ વર્ષ પહેલા જ નિર્માણ થયા હતા. પરંતુ માર્ગોના નવીનીકરણમાં હાલમાં ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે.
સરકારની યોજનામાં બનેલા બૌધાન ગામના આંતરિક માર્ગો પર હાલમાં ઠેર ઠેર ગાબડાઓ પડી રહ્યા છે. માર્ગ નવીનીકરણ વરસાદમાં ધોવાઈ જતા મસમોટા ખાડાઓનું નિર્માણ થઈ રહ્યું છે. બૌધાન ગામના મુખ્ય માર્ગો પરથી પસાર થવું પણ ખૂબ કષ્ટદાયક બની રહ્યું છે ત્યારે સ્થાનિક પ્રજાજનો દ્વારા માર્ગ પર પડેલા ખાડાઓમાં પુરાણ કામ કરવામાં આવે એવી લોકમાંગ ઉઠી છે.




