કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે “અંતરરાષ્ટ્રીય મહિલા દિવસની” ઉલ્લાસ ભેર ઉજવણી કરાઈ
રિલાયન્સ ફાઉન્ડેશન નર્મદા, ઇનરેકા સંસ્થા અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રના સંયુક્તપણે આયોજન કરવામાં આવ્યું.

આજના સમયમાં રાષ્ટ્ર અને સમાજમાં મહિલાઓ પુરુષો જેટલી જ સક્ષમ છે. આજે દરેક ક્ષેત્રમાં મહિલાઓ પોતાનું કૌશલ્ય બતાવી રહી છે અને સમાજના વિકાસમાં યોગદાન આપી રહી છે.
દરેક ક્ષેત્રમાં મહિલાઓની સહભાગિતાને પ્રોત્સાહન આપવા અને મહિલાઓને તેમના અધિકારો વિશે જાગૃત કરવા દર વર્ષે 8 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે. તેનો ઉદ્દેશ્ય મહિલાઓને તેમના અધિકારો વિશે જાગૃત કરવાનો, સમાજમાં પુરુષોને સમાન સન્માન અને સમાન કામની તકો પ્રદાન કરવાનો છે.
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2024ની થીમ ‘ઇન્સ્પાયર ઇન્ક્લુઝન’ (Inspire Inclusion) રાખવામાં આવી છે. આનો અર્થ છે એક એવી દુનિયા જ્યાં દરેકને સમાન અધિકાર અને સન્માન મળે.
8 માર્ચ અંતરરાષ્ટ્રીય મહિલા દિવસની નિમિતે નર્મદા જિલ્લાના, ડેડીયાપાડા તાલુકામાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે 9 માર્ચ 2024ના રોજ મહિલા દિવસ ઉજવણીનું આયોજન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમનું આયોજન રિલાયન્સ ફાઉન્ડેશન, ઇનરેકા સંસ્થા તેમજ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડેડીયાપાડા દ્વારા કરવામાં આવેલ હતું. જેમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રનાં વડા ઇચા. ડૉ.વી કે પોષિયા સાહેબ, ઇનરેકા સંસ્થાન ડેડિયાપાડાના પ્રમુખ ડૉ વિનોદ કુમાર કૌશિક, રિલાયન્સ ફાઉન્ડેશનના DPM વેદાંત પટેલ , DPM, મહેન્દ્રભાઈ, ઝંડુભાઈ રાઠવા, ચંદનભાઈ અને પ્રોજેકટ ટીમ, અને ડેડીયાપાડા , સાગબારા, ગરુદેશ્વર, નાંદોદમાંથી 100 વધુ બેનો હાજર રહ્યા અને ફિલ્ડ માં વિશેષ કામગીરી કરેલ બેનો ને સન્માન કરવામાં આવ્યું.




