રમતગમત

IPL 2025 / 2025ની આઈપીએલ માટે 10 ટીમોએ ખેલાડીઓનું રિટેન્શન લિસ્ટ જાહેર કર્યું

2025ની IPLનો તખતો તૈયાર થઈ થયો છે. માર્ચ-એપ્રિલમાં યોજનારી ખેલાડીઓની હરાજી પહેલાં કઈ ટીમ કયા ખેલાડીને ટીમમાં જાળવી રાખશે અને કયા ખેલાડીને રમવા નહીં મળે તેનો નિર્ણય જાહેર કરી દીધો છે. પોતાના માનીતા ક્રિકેટરો રમશે કે નહીં તેવી ચાહકોની આતુરતાનો પણ અંત આવ્યો છે. દિવાળીના શુભ અવસરે આઈપીએલની 10 ટીમોએ પોતાનું રિટેન્શન લિસ્ટ બીસીસીઆઈને સોંપી દીધું છે અને પોતે ટીમમાં કયા ખેલાડીને રાખશે તેનું એલાન કરી દીધું છે. બીસીસીઆઈએ આઈપીએલની 10 ટીમોને પહેલેથી ડેડલાઈન આપી હતી જે અનુસાર ટીમોએ આજે બોર્ડને ખેલાડીઓની યાદી સોંપી દીધી હતી.

મુંબઈ ઈન્ડિયન્સે કયા ખેલાડીઓને જાળવી રાખ્યાં?

મુંબઈ ઈન્ડિયન્સે જસપ્રિત બુમરાહ, હાર્દિક પંડ્યા, રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા જેવા સિનયિર ખેલાડીઓને જાળવી રાખ્યાં છે.

વિરાટ કોહલી 21 કરોડમાં રિટેન

આરસીબીએ વિરાટ કોહલીને 21 કરોડમાં જાળવી રાખ્યો છે.

ગિલને કેપ્ટન તરીકે જાળવી રખાયો પણ ફીમાં કપાત

ગુજરાત ટાઈટન્સે શુભમન ગિલને કેપ્ટન તરીકે તો જાળવી રાખ્યો છે પરંતુ તેની ફી પર કામ મૂક્યો છે.

4 કેપ્ટન રિલિઝ

4 ટીમોએ સિનિયર ખેલાડીઓ પાસેથી કેપ્ટનનો તાજ આંચકી લીધો છે જેમાં દિલ્હી કેપિટલ્સે ઋષત્ર પંતને, લખનઉ સુપર જાયન્ટ્સે કેએલ રાહુલને અને કોલકાતા નાઈડ રાઈડર્સે શ્રેયસ અય્યરે આરસીબીએ ફાફ ડુ પ્લેસીસને કેપ્ટન તરીકે રિલિઝ કર્યાં છે.

હેનરિક ક્લાસેનને સૌથી વધારે 23 કરોડ

દક્ષિણ આફ્રિકી ક્રિકેટર હેનરિક ક્લાસેન આઈપીએલનો સૌથી મોઁઘો ખેલાડી બન્યો છે. સનરાઇઝર્સ હૈદરાબાદે હેનરિક ક્લાસેનને સૌથી વધારે 23 કરોડ આપીને જાળવી રાખ્યો છે.

IPL 2025 રિટેન્શન પ્લેયર્સ લિસ્ટ

(1) ગુજરાત ટાઇટન્સ (GT)

શુભમન ગિલ (16.5 કરોડ)

રાશિદ ખાન (18 કરોડ)

સાઈ સુદર્શન (8.5 કરોડ)

શાહરૂખ ખાન (4 કરોડ)

રાહુલ તેવટિયા (4 કરોડ)

(2) લખનૌ સુપર જાયન્ટ્સ (LSG)

નિકોલસ પૂરન (21 કરોડ)

મયંક યાદવ (11 કરોડ)

રવિ બિશ્નોઈ (11 કરોડ)

આયુષ બદોની (4 કરોડ)

મોહસીન ખાન (4 કરોડ)

(3) મુંબઈ ઈન્ડિયન્સ (MI)

હાર્દિક પંડ્યા (16.35 કરોડ)

સૂર્યકુમાર યાદવ (16.35 કરોડ)

રોહિત શર્મા (16.30 કરોડ)

જસપ્રિત બુમરાહ (18 કરોડ)

તિલક વર્મા (8 કરોડ)

(4) ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)

ઋતુરાજ ગાયકવાડ (18 કરોડ)

મથિશા પથિરાના (13 કરોડ)

શિવમ દુબે (12 કરોડ)

રવિન્દ્ર જાડેજા (18 કરોડ)

મહેન્દ્ર સિંહ ધોની (4 કરોડ)

(5) સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)

પેટ કમિન્સ (18 કરોડ)

હેનરિક ક્લાસેન (23 કરોડ)

અભિષેક શર્મા (14 કરોડ)

ટ્રેવિસ હેડ (14 કરોડ)

નીતિશ કુમાર રેડ્ડી (6 કરોડ)

(6) રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)

વિરાટ કોહલી (21 કરોડ)

રજત પાટીદાર (11 કરોડ)

યશ દયાલ (5 કરોડ)

(7) દિલ્હી કેપિટલ્સ (DC)

અક્ષર પટેલ (16.50 કરોડ)

કુલદીપ યાદવ (13.25 કરોડ)

ટ્રિસ્ટન સ્ટબ્સ (10 કરોડ)

અભિષેક પોરેલ (4 કરોડ)

(8) કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)

સુનીલ નરેન (12 કરોડ)

રિંકુ સિંહ (13 કરોડ)

આન્દ્રે રસેલ (12 કરોડ)

વરુણ ચક્રવર્તી (12 કરોડ)

હર્ષિત રાણા (4 કરોડ)

રમનદીપ સિંહ (4 કરોડ)

(9) પંજાબ કિંગ્સ (PBKS)

શશાંક સિંહ (5.5 કરોડ)

પ્રભસિમરન સિંહ (4 કરોડ)

(10) રાજસ્થાન રોયલ્સ (RR)

સંજુ સેમસન (18 કરોડ)

યશસ્વી જયસ્વાલ (18 કરોડ)

રિયાન પરાગ (14 કરોડ)

ધ્રુવ જુરેલ (14 કરોડ)

શિમરોન હેટમાયર (11 કરોડ)

સંદીપ શર્મા (4 કરોડ)

Related Articles

Back to top button