માંડવી

માંડવીથી આંબાપુર જતી બસનો સમય 1.30ના બદલે 2.30નો કરી દેવામાં આવતા મુશ્કેલી

માંડવી આંબાપુર બસ થોડા સમયથી સાંજના સમય દરમિયાન સમયસર ન આવતા વિદ્યાર્થીઓને ઘરે પહોચવામાં મોડું થતા હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે.

માંડવીથી આંબાપુર બસના વચ્ચે ખરેડા, કાટકુવા લાખગામ રખસખડી, આંબાપુર ગામો આવેલા છે જેથી મોટા ભાગે વિધાર્થીઓ માંડવી કોલેજ સ્કુલોમાં અભ્યાસ અર્થે જાય છે થોડા વર્ષો પહેલા માંડવીથી બસો પહેલા સમય પ્રમાણે આવતી હતી પરતું કેટલાક સમયથી 1.30 માંડવીથી આંબાપુર બસનો સમય બદલાયો છે જે હવે 2.30 સમયગાળા દરમિયાન મૂકવામાં આવે છે આ સમયગાળામાં મુસાફરોની સંખ્યા ખૂબ ઓછી હોય છે, જેના કારણે બસને બપોરના સમયે 1.30ના સમયગાળામાં ફરી શરૂ કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે અને સાંજના સમયે બસને 5.30ના સમયગાળામાં બસ મુકવામાં આવે જેથી વિદ્યાર્થીઓ સમયસર પોતાના ઘરે જઈ શકે જોકે 2 દિવસથી બસનો સમય ખોરવાતા વિદ્યાર્થીઓ ભૂખ્યા તરસ્યા બેસીને બસની વાટ જોવી પડી હતી. આ બાબતે તંત્ર દ્વારા યોગ્ય પગલાં લઈને ઊકેલ લાવવામાં આવે અને વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીનો અંત લાવવા માટે લોક માગ થઈ રહી છે.

Related Articles

Back to top button