બાજીપુરા બાયપાસ રોડ પર સર્વિસ રોડ હોય તો લોકોને ચકરાવામાંથી છૂટકારો અને સમયની બચત થાય તે ઉદ્દેશ્યથી સર્વિસ રોડ બનાવવા માંગ

વાલોડ તાલુકામાંથી પસાર થતો સુરત ધૂલિયા માર્ગ પર બનાવવામાં આવેલ ઓવરબ્રિજ કે જે કે કહેર, કલમકુઇ, બોરખડી, ધામોદલા થઈ મઢી કે માંડવી તરફ જવાનો ટૂંકો માર્ગ પર ઓવરબ્રિજના બંને તરફ સર્વિસ રોડ ન બનવાને કારણે લોકોને મોટી હાલાકી પડે છે અને ફેરાવો ખાવો પડે છે.
હાલ બાજીપુરા ખાતે મીંઢોળા નદી ઉપર બનાવવામાં આવી રહેલ પુલને કારણે કહેર, કલમકુઇ, બોરખડી, ધામોદલા થઈ મઢી કે માંડવી તરફ જવાના વાહનો મોટો ચકરાવો ખાઈ જવું પડે છે. લોકોને પાંચ થી છ કિલોમીટરનો ફેરાવો પડે છે, જો ઓવરબ્રિજ પાસે સર્વિસ રોડ હોત તો લોકોને પડતી મુશ્કેલીઓ અને વધુ કાપવા પડતા કિલોમીટર ઓછા અંતરે પૂરા થઈ શક્યા હોત, પરંતુ હાઈવે ઓથોરિટી દ્વારા જે સમયે ઓવરબ્રિજ બન્યો તે સમયે બંને તરફના સર્વિસ રસ્તા ડામર બનાવવાના શરતચૂકથી રહી ગયા છે, હાલ મઢી રેલવે ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યો હોય આ માર્ગ પર સર્વિસ રોડ બનાવ્યો હોત તો વૈકલ્પિક રસ્તા તરીકે ઉપયોગમાં લઈ મઢી કે માંડવી તરફના રસ્તા ઉપર જનાર વાહનોને ડાયવર્ટ કરી શકાયા હોત, પરંતુ લાંબા ગાળાનોવિચાર કર્યા વિના સર્વિસ રોડ બનાવવાનું અધિકારીઓના ધ્યાને આવ્યુ ન હતુ, ચોમાસા દરમિયાન આ માર્ગ પર કાદવ હોવાના લીધે લોકોએ ફેરાવો ખાઈ કહેર, કલમકુઇ, બોરખડી, ધામોદલા થઈ મઢી કે માંડવી તરફ જવું પડે છે.
કહેર તરફ જવા મોટો ચકરાવો ખાઈ જવું પડે છે
બાજીપુરા ખાતે મીંઢોળા નદી પર પુલ બનાવામાં આવી રહ્યો છે જેને લીધે કહેર તરફ જવા મોટો ચકરાવો ખાઈ જવું પડે છે, જો ઓવરબ્રિજ પાસે સર્વિસ રોડ બનાવ્યું હોય તો હાઇવે પરથી નીચે ઉતરી ટૂંકા અંતરે કહેર તરફ જઈ શકાયું હોત.




