તાપી

તાપી જિલ્લાના જેટકોમાં આઉસોર્સિંગમાં ફરજ બજાવતા કર્મચારીઓએ મંત્રીની રજૂઆત સાથે ન્યાયની માંગ કરી

વન અને પર્યાવરણ વિભાગ ક્લાઇમેટ ચેન્જ જર સંપતિ અને પાણી પુરવઠા ગુજરાતના રાજ્યકક્ષાના મંત્રી મુકેશભાઈ પટેલ સહિત સ્થાનિક સાંસદ અને ધારાસભ્યોને કરી લેખિતમાં રજૂઆત કરી ન્યાયની માંગ કરી

તાપી સહિત અન્ય સ્થળે જેટકો માં આઉસોર્સિંગ માં ફરજ બજાવતા જેટકો સબસ્ટેશન ના કર્મચારીઓના સમય સર પગાર અને સેફ્ટીના સાધનો ન આપવા બદલ કર્મચારીઓ દ્વારા વન અને પર્યાવરણ વિભાગ ક્લાઇમેટ ચેન્જ જર સંપતિ અને પાણી પુરવઠા ગુજરાતના રાજ્યકક્ષાના મંત્રી મુકેશભાઈ પટેલ સહિત સ્થાનિક સાંસદ અને ધારાસભ્યોને કરી લેખિતમાં રજૂઆત કરી ન્યાયની માંગ કરી હતી.

આ અંગે કર્મચારીઓએ રજૂઆત કરતા જણાવ્યું કે વ્યારા, નવસારી વાવ, કિમ, વાપી ડીવીઝનના ગુજરાત એનર્જી ટ્રાન્સમીશન કોર્પોરેશન (જેટકો) ના 66 કેવી સબસ્ટેશનમમાં જે બી એસ એન્ટરપ્રીઇઝ પ્રા. લિ. એજન્સીના મારફતે ઘણા મહિનાથી ઓપરેશન અને મેઈન્ટેનન્સનું કામ કરીએ છીએ. જેટકોના 66 કેવી સબસ્ટેશન દ્વારા તાપી,સુરત જિલ્લાના તમામ ગામડાઓમાં તથા નગરમાં તેમજ નાના મોટા ઉદ્યોગોને તથા તમામ સરકારી કચેરીઓને પાવર સપ્લાય કરીએ છીએ પાવર સપ્લાય માટે ના તમામ ઉપકરણો એ જેટકોના માલિકના હોય છે. અમો કામદારો એજન્સી મારફતે ગુજરાત એનર્જી ટ્રાન્સમીશન કોર્પોરેશન લિમિટેડ (જેટકો)માં કામગીરી કરીએ છીએ. પ્રિન્સિપાલ એમ્પ્લોયર તરીકે જેટકો (GETCO)ના ફરજમાં આવે છે કે પુરતા પ્રમાણમાં પગાર અને સમય સર પગાર અપાવવા જોઈએ.

અગાઉ તમામ સબસ્ટેશન ના કર્મચારીઓ દ્વારા પેન ડાઉન જેવી હડતાળ કરવામાં આવેલ તેમ છતાં પણ હજી સુધી સમયસર પગાર કે સેફ્ટીના સાધનો આપવામાં આવેલ નથી જે માટે રજૂઆત કરવામાં આવેલ છતાં પણ JBS કંપની કે જેટકો દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી. સમયસર પગારના મળતા કામદારો આર્થિક સંકટમાં મુકાય છે. એજન્સી દ્વારા ટેન્ડર કોપીના શરત મુજબ કામગીરીના માસના બીજા માસના પ્રથમ અઠવાડિયામાં પગાર ચૂકવવાની શરતનું પાલન થતું નથી. દરેક સબસ્ટેશનમાં કર્મચારીઓ હાઈ વોલ્ટ સાથે ઓપરેશન અને મેઇન્ટેનન્સનું કામ કરવાનું થતું હોય છે જેના માટે કર્મચારીની સેફ્ટી માટે સેફ્ટી સૂઝ, કપડા, આર્ક શૂટ, હેન્ડગ્લોઝ, હેલ્મેટ વગેરે જેવી વસ્તુઓની ખાસ જરૂર પડતી હોય છે. 12-15 મહિના થય ગયા હોવા છતાં પણ હજી આપવામાં આવેલ નથી દરેક સબસ્ટેશનના કર્મચારી જીવના જોખમે કામ કરતા હોય છે અને જેટકોને કે એજન્સીને કર્મચારીઓની કોઈ પડી નથી અને જીવના જોખમે છેલ્લા 12- 15 મહિનાથી કામ કરીએ છીએ તો આપને વિનંતી છે કે સેફ્ટીના સાધનો અને પગાર જલ્દી કરાવો એવી કામદારોની માંગ છે.

Related Articles

Back to top button