ઉમરપાડા
ઉમરપાડા તાલુકામાં કન્યા છાત્રાલય ખાતે કિશોરી મેળાનું આયોજન

સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકા મથકે કન્યા છાત્રાલય ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ હસ્તક મહિલા કલ્યાણ વિભાગ દ્વારા બેટી બચાવો બેટી પઢાવો યોજના હેઠળ “સશક્ત કિશોરી સુપોષિત ગુજરાત” હેઠળ સંયુક્ત “કિશોરી ” મેળો તાલુકા પંચાયતના પ્રમુખ રમેશભાઈ વસાવા અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ પ્રસંગે 300 જેટલી કિશોરીઓની હાજરીમાં આંગણવાડી કાર્યકરો દ્વારા મિલેટ વાનગી નિદર્શન કરવામાં આવ્યું હતું.
તા. પંચાયત પ્રમુખે જણાવ્યું હતું કે, કિશોરીઓના જન્મ, શિક્ષણ, સુરક્ષા અને સશક્તિકરણ કરવા માટે સરકાર પ્રયાસો કરી રહી છે. સરકારની વિવિધ કલ્યાણકારી યોજના, કાયદાઓ વિશે જાગૃત બનીને સૌને સાથે મળીને કાર્ય કરવાનો મત વ્યકત કર્યો હતો. સૌ કિશોરીઓને આંગણવાડી નિયમિત મુલાકાત લઈને રોજિંદા આહારમાં મિલેટનો ઉપયોગ કરવાનો અનુરોધ તેમણે કર્યો હતો.




