નર્મદા

સાગબારના રાજકીય દબદબો ધરાવતા કોલવણ ગ્રામ પંચાયત વર્ષોથી સરકાર પાસે “ગ્રામ પંચાયત ઘર” માંગી રહી છે, પણ સરકાર ના આપવા કેમ અઢીખમ ઉભી છે?

"પૃથ્વીનો છેડો ઘર" જો હોય તો, કહેવતમાં ઘર જ ના હોય તો શું?

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાની કોલવાણ ગામની પંચાયત ઓફિસ છેલ્લાં ઘણાં વર્ષોથી જર્જરિત થઈ જતાં હાલ ગ્રામ પંચાયત ઓફિસ વિનાની હોવાથી કોઈપણ કામકાજ અર્થે ખુદ તલાટી કમ-મંત્રી તથા ગામજનો ક્યાં બેસવું તેની મુંઝવણતા અનુભવી રહ્યાં છે. ગ્રામ પંચાયતની વારંવાર માંગણી છતાં સરકારને ચિંતા હોઈ એવુ જણાતું નથી.

પંચાયતની મિલકત કોમ્યુનિટી હોલની રી-ફ્રેશીંગ તો બાજુ પર પણ તેને લોકોએ ધંધા-રોજગારીની જગ્યા બનાવતા શું કરવા બાબતે ચિંતામુક્ત શાશકો

છેલ્લાં પંદર વર્ષની આસપાસથી કોલવાણ ગ્રામ પંચાયત ડેમેજ થતાં તેમની ઓફિસ નવી બનાવવા છ-સાત વર્ષથી ઠરાવો થયેલાં છે.પરંતુ હજુ સુધી પંચાયતનું નવનિર્માણ થયેલ નથી. તે ઘણી જ રસપ્રદ વાત છે. સૌપ્રથમ ગામ સુઘળ બનાવવા માટે પંચાયતની ઓફિસ હોવી અનિવાર્ય છે. અને તે ગામનું નાક છે. છતાં તેના તરફ ગ્રામ પંચાયતની ઉપલી કક્ષાએથી શાસકો દ્વારા દુર્લક્ષ સેવવામાં આવી રહ્યો છે.

ગામનું નાક ગણાતી ઓફીસ વિનાની કોલવાણ ગ્રામ પંચાયત, પંચાયતના કામકાજ બાબતે ક્યાં બેસવું તેની મુંઝવણ અનુભવતા- તલાટી તેમજ ગામજનો

ઉપરાંત કોલવાણ ગ્રામ પંચાયતની મિલકતની લોકો દ્વારાવબેકાળજી રાખવામાં આવી રહેલ છે. કોઈપણ નવું કામ નિર્માણ થતું તો થાય, પણ હયાત મિલકતનો નાશ થઈ રહ્યો છે,  કેમ કે કોલવાણ ગામે કોમ્યુનિટી હોલ બાંધવામાં આવેલ છે. પરંતુ તેમનો ઉપયોગ ગામને ઉપયોગી થતો નથી, ગ્રામજનોએ વ્યવસાય-ધંધા અર્થે ઉપયોગ કરવા લાગ્યા છે. અને તેમનો નાશ કરવાના પ્રયત્નો વહીવટી તંત્રના આશીર્વાદથી છે થઈ રહ્યો છે.

Related Articles

Back to top button