તાપી

ઉકાઈમાં ટેમ્પોએ અડફેટે લેતાં મજૂરનું મોત

સોનગઢ ગામ ખાતે મજૂરી કરવા આવેલ ઉકાઈના એડુભાઈ દગાભાઈ પવારને ટેમ્પો ચાલકે અડફેટમા લેતા ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેઓને સારવાર અર્થે સોનગઢ સરકારી હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે વ્યારા જનરલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન એડુભાઈ પવારનું મોત નીપજ્યું હતું. સોનગઢ તાલુકાના ઉકાઈ ખાતે આવેલ 44એ /136 સેક્ટર 500 કવાટર્સમા રહેતા એડુભાઈ દગાભાઈ પવાર ગત રોજ સોનગઢ ખાતે મજૂરી કામ અર્થે ગયા હતા.

જેઓ સોનગઢ ખાતે મિસ્ત્રી ફળિયામા જવાના રોડ ઉપર ચાલતા – ચાલતા આવતા હતા. તે વેળાએ છોડા હાથી ટેમ્પો નંબર GJ -19-V- 1961 ના ચાલકે પોતના કબ્જાનો ટેમ્પોને બેદરકારી અને ગફલત ભરી રીતે રિવર્સમા ચલાવી એડુભાઈને અડફેટમા લઇ રોડ ઉપર પાડી દઈને ટેમ્પોના પાછળનો ટાયર શરીર ઉપર ચઢાવી દઈ કમરના ભાગે ગંભીર ઇજા તથા ડાબા પગે, નાક, કપાળના ભાગે સામાન્ય ઇજા પહોંચાડી હતી.

જે ઇજાગ્રસ્ત એડુભાઈ પવારને સારવાર અર્થે સોનગઢની સરકારી હોસ્પિટલમા ખસેડવામાં આવ્યા હતા. ત્યાંથી 108 મારફતે વધુ સારવાર અર્થે વ્યારા ખાતે આવેલ જનરલ હોસ્પિટલમા લઇ જવામાં આવ્યા હતા. ત્યાં એડુભાઈ પવારનું સારવાર દરમ્યાન મોત થતા. મરણ જનારની પત્નીએ ટેમ્પો ચલાક વિરુદ્ધ સોનગઢ પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાવી છે.

Related Articles

Back to top button