માંડવી

માંડવી AMPCની બીજી ટર્મના ચેરમેન પદે ગવાસી ગામના સામાજિક આગેવાન લલ્લુભાઈ ચૌધરી

માંડવી તાલુકા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના બીજી ટર્મના ચેરમેન તરીકે નિયુક્તિમાં માંડવી તાલુકાના ગવાછી ગામના લલ્લુભાઈ નારણભાઈ ચૌધરીની દરખાસ્ત મુકવામાં આવી હતી. જેને ખેતીવાડી ઉત્પન્ન બજારોના નિયમો મુજબ બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા.

માંડવી એપીએમસીના ડિરેક્ટર પદે અઢી વર્ષ સુધી નોંધનીય કામગીરી કરનાર લલ્લુભાઈ ચૌધરીની આગામી અઢી વર્ષ માટે ચેરમેન પદ માટે નિમણૂક થતા સૌએ અભિનંદન પાઠવ્યા હતા. લલ્લુભાઈ નારણભાઈ ચૌધરી કે જેઓ ગવાછી ગામની દૂધ મંડળીમાં આઠ વર્ષ પ્રમુખ પદે રહી પશુપાલકોના કલ્યાણની અનેક યોજનાઓનું અમલીકરણ કરાવ્યું હતું. હાલમાં દૂધ મંડળીમાં ડિરેક્ટર પદે રહ્યા છે.ઉપરાંત ગામની સેવા સહકારી મંડળીમાં પણ પ્રમુખ તરીકે મોટો અનુભવ ધરાવતા હોય અને ગવાછી ગ્રામ પંચાયતમાં છેલ્લા ત્રણ ટર્મથી સરપંચ પદે પણ રહ્યા છે. રાજકીય તથા સહકારી ક્ષેત્રે અનુભવ ધરાવતા લલ્લુભાઈ ચૌધરીની નિમણૂકથી ખેડૂતો તથા સહકારી અગ્રણીઓએ ખુશી વ્યક્ત કરી અભિનંદન પાઠવ્યા હતા.

Related Articles

Back to top button