માંગરોળ

માંગરોળના બોરસદ ગામની હદમાં દારૂનો જથ્થો સગવગે થાય એ પહેલા LCBએ ઝડપ્યો

ઝાડી ઝાંખરામાં 2.53 લાખનો દારૂનો જથ્થો છુપાવેલો હતો

માંગરોળના બોરસદ ગામની હદમાં ઝાડી ઝાંખરામાં છુપાવેલો વિદેશી દારૂનો જથ્થો સગેવગે થાય તે પહેલા જ સુરત જિલ્લા એલસીબી પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસે 2.53 લાખની કિંમતનો દારૂનો જથ્થો જપ્ત કરી આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે .

માંગરોળ તાલુકાના બોરસદ ગામની હદમાં સુનીલ કાદવાલીએ વિદેશી દારૂનો જથ્થો ઉતારી છુપાવેલો હતો અને ત્યાંથી સગેવગે કરવાનો હતો. દરમ્યાન સુરત જિલ્લા એલસીબી પોલીસે ત્યાં દરોડો પાડી ખેતરની બાજુમાં ઝાડી ઝાંખરામાં છુપાવેલો વિદેશી દારૂનો જત્થો ઝડપી પાડ્યો હતો.

પોલીસે 2,53,224 રૂપિયાની કિમંતનો વિદેશી દારૂનો જત્થો જપ્ત કર્યો હતો. તેમજ વિદેશી દારૂનો જથ્થો મંગાવી છુપાવનાર સુનીલ કાદવાલીને વોન્ટેડ જાહેર કરી આ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Back to top button