નિઝરના ખોડદા ગામના પંચાયત ફળિયામાં પાણી પુરવઠાની લાઈનમાં લીકેજ

નિઝરમાં આવેલ ખોડદા ગામના પંચાયત ફળિયામાં દક્ષિણ નિઝર જૂથ પાણી પુરવઠા યોજનાની પીવાના પાણીની પાઇપ લાઈનમાં છેલ્લા ઘણા દિવસોથી લીકેજ હોવા છતાં પણ જવાબદાર તંત્ર દ્વારા પાણીની પાઇપ લાઈનમાં થયેલ લીકેજનું સમારકામ નહી કરાવતા. લીકેજનું પાણી જાહેર રસ્તા ઉપર ભરાય રહેતું હોય છે. જેના લીધે આજુબાજુમાં વસવાટ કરનારા લોકો સહિત રસ્તા ઉપરથી પસાર થનારા વાહન ચાલકો હેરાન પરેશાન થઇ રહ્યા છે.
ખોડદા ગામના પંચાયત ફળિયામાં યોહનભાઈના ઘરની નજીકમાં દક્ષિણ નિઝર જૂથ પાણી પુરવઠા યોજનાના અંતર્ગત નાખવામાં આવેલી પીવાના પાણીની પાઇપ લાઈનમાં છેલ્લા કેટલાક દિવસોથી લીકેજ થયેલ છે. જે પાઇપ લાઈનમાં થયેલ લીકેજનું પાણી જાહેર રસ્તા ઉપર ભરાય રહેતું હોવાથી રસ્તા ઉપરથી પસાર થનારા વાહન ચાલકો તેમજ આજુબાજુમાં રહેતા લોકો હેરાન પરેશાન થઇ ગયા છે. સ્થાનિકો લોકો દ્વારા પાણી પુરવઠા યોજનાની પાણીની પાઇપ લાઈનમાંથી લીકેજનું પાણી જાહેર રસ્તા ઉપર ભરાય રહેતું હોવા અંગે જવાબદાર તંત્રને વારંવાર મૌખિક જાણ કરવામાં આવેલ છે. તેમ છતાં પણ તંત્રએ આજદિન સુધી પીવાના પાણીની પાઇપ લાઈનમાં લીકેજનું સમારકામ કરાવ્યું જ નથી તેમ જાણવા મળે છે.




