ડાંગના ભેંસકાત્રી રેન્જ વિસ્તારના સાવરખડીમાં 25 હજાર સીસમના લાકડા ઝડપાયા
વન વિભાગે લાકડાચોરને ભાગેડુ જાહેર કર્યો

ડાંગ જિલ્લાના ઉત્તર ડાંગ વન વિભાગ હસ્તકના ભેંસકાત્રી રેન્જ વિસ્તારમાંથી લાકડા ઝડપી પાડવામાં વન વિભાગને સફળતા મળી છે.
આહવા ઉત્તર ડાંગ વન વિભાગના નાયબ વન સંરક્ષક દિનેશ એન. રબારીને મળેલ બાતમીના આધારે તથા એસીએફ રાહુલ પટેલના માર્ગદર્શન હેઠળ રેન્જ ફોરેસ્ટ ઓફિસર ભેંસકાતરી સમીરભાઈ કોંકણી તથા રા.ફો.સાવરખડી આર.બી. પટેલ તથા રા.ફો. ભેંસકાતરી જે. એ. પવાર તથા સો.ફો. ભેંસકાતરી આર.એમ. ભોયે તથા બીટગાર્ડ જે.ડી.પટેલ તથા નવા નિમણૂંક પામેલા બીટગાર્ડ સ્ટાફ તથા રેન્જના સ્ટાફ સાથે રહી મળેલ બાતમીના આધારે સાવરખડી ગામે સ્થળ પર પહોંચી સ્થળ તપાસ કરતા રાત્રિના 11 વાગ્યાના સમયે 1 બળદગાડું, જંગલ ચોરીના 4 સીસમ લાકડા, 0.418 ઘનમીટર રૂ. 15131 મળી આવ્યા હતા. વનકર્મીઓએ લાકડા અને બળદગાડુ રૂ. 10 હજાર મળી રૂ. 25131નો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધી લાકડાચોરોને ભાગેડુ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વનવિભાગના અધિકારીઓએ બળદગાડું કબજે કર્યુ.




