
ઉમરપાડા તાલુકાના કેવડી ગામે ઉમરપાડા પોલીસ સ્ટેશન અને ઝંખવાવ પોલીસ સ્ટેશનના કુલ 76 જેટલા ગુનાઓમાં પકડાયેલા રૂપિયા 26,79,160ના દારૂનો નાશ કરાયો હતો.
સુરત જિલ્લા વિભાગીય નાયબ પોલીસ અધિક્ષક બી.કે વનાર અને પ્રાંત અધિકારી જનમ ઠાકોર સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં ઉપરોક્ત દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. જેમાં ઉંમરપાડા પોલીસ સ્ટેશન ખાતે 60 જેટલા દારૂના ગુનામાં પકડાયેલી દારૂની બોટલ નંગ 23,276 અને જેની કિંમત રૂપિયા 25,25,705 તેમજ ઝંખવાવ પોલીસ સ્ટેશનના 16 જેટલા દારૂના ગુનામાં પડાયેલી દારૂની બોટલ નંગ 1488 જેની કિંમત રૂપિયા 1,53,455ના દારૂ પર બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો. ઉમરપાડા અને ઝંખવાવ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ તેમજ સ્ટાફ દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી. જે બાબતને તંત્ર દ્વારા બિરદાવામાં આવી છે.




