Uncategorised
માંડવી તા. પં. પ્રમુખ દિલીપ ચૌધરી,ઉપપ્રમુખ પદે ગીતા પટેલ નિમણુંક
કારોબારી અધ્યક્ષ પદે કમલેશ ચૌધરીની વરણી થઇ

માંડવી તાલુકા પંચાયતના હોદ્દેદારોની નિયુક્તિની ઔપચારિકતા પૂર્ણ મળેલ બેઠકમાં ચાર હોદ્દેદારોની વરણી શાંતિપૂર્ણ મહોલમાં સંપન્ન થઈ હતી.
માંડવી તાલુકા પંચાયતના પ્રમુખપદ માટે ઉમેદવારી કરનાર દિલીપભાઈ ચૌધરીની સર્વસંમતિથી નિયુક્તિ થઈ હતી. ઉત્સાહી નવ યુવાન અને મિલનસાર સ્વભાવના દિલીપભાઈની નિયુક્તિને સૌએ આવકારી અભિનંદન પાઠવ્યા હતાં. ગત શાસનકાળના દંડક અને નિર્વિદિત ગીતાબહેન પટેલની ઉપપ્રમુખ પદે નિયુક્તિ કરવામાં આવી હતી. જ્યારે કમલેશભાઈ ચૌધરીને કારોબારી પદે અને શાસકપક્ષના નેતા તરીકે મીનાક્ષીબહેનની વરણીને સૌ આવકારી શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે સાંસદ પ્રભુભાઈ વસાવા, તાલુકા સંગઠનના પ્રમુખ દિનેશભાઈ પટેલ તથા ડો. આશીષભાઈ ઉપાધ્યય સરપંચ એસોના પ્રમુખ કમલેશભાઈ ચૌધરી ,નટુભાઈ રબારી સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં.




