માંડવી
માંડવી ફાયરે વિભાગે આગ પર કાબૂ મેળવ્યો

બારડોલી તાલુકાના મઢીથી કડોદ તરફ જતા રોડ પર આવેલ પેટ્રોલપંપની સામે ટ્રકમાં રોડ રોલર હતો. જે રોડ રોલર( GJ- 26 C-0785)માં અચાનક આગ લાગી ગઈ હતી. રોલરને ટ્રકમાંથી નીચે ઉતારી માંડવી ફાયરને ફોન કરતાં ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. રોલર વ્યારા ખાતના અંબિકા કન્સ્ટ્રકશન અનુપ સી. પંચાલનો હતો. જેના ડ્રાઈવર તરીકે રમેશભાઈ હતાં. મઢી ફાટક પર મઢી તરફથી વાંસકૂઈ ભટલાવ ગામે રોડના કામ માટે રોલર લઇને જાતાં હતાં ત્યારે ફાટક પાસે સોર્ટ સર્કિટથી આગ લાગી હતી. જેની જાણ માંડવી ફાયર બ્રિગેડ ને કરતા ઘટના સ્થળ પર જઇ આગ પર કાબૂ મેળવ્યો છે.




