માંડવી

માંડવી વન વિભાગે મહારાષ્ટ્રમાં ખેરની લાઇસન્સ વગર ચાલતી બે ફેક્ટરી બંધ કરવાની કાર્યવાહી શરૂ કરી

તારીખ 14/06/2024 ના બનેલ ગુનામાં ખેર ચોરી પ્રકરણમાં મોટો રોલ ધરાવતો અને નાસ્તો આરોપી મુસ્તાક આદમ તાસિયા એ ગુજરાત હાઈકોર્ટમાં આગોતરા અરજી દાખલ કરેલ હતી. તે અરજી નામંજૂર કરી દેવાતા આરોપી મુસ્તાક આદમે સુપ્રીમ કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી. જે અરજી પણ ફગાવી દેવામાં આવેલ અને હુકમ કરેલ કે સરન્ડર થઈ જાવ. હુકમ કરતા આરોપી પોતે માંડવી કોર્ટમાં હાજર થતાં આગળની કાનૂની કાર્યવાહીમાં માંડવી કોર્ટ દિન-૭ ના રિમાન્ડ મંજૂર થયા હતા.

આ રિમાન્ડ દરમ્યાન સુરત વન વિભાગની તપાસ ટીમને આરોપીની કસ્ટડી આપેલ અને રિમાન્ડ દરમ્યાનની મહારાષ્ટ્ર રત્નાગીરી જિલ્લાના ચિપલુન તાલુકાના સાવરડે ગામે આવેલ સચિન કાથા ફેક્ટરીમાં રેડ કરતા મોટા પ્રમાણમાં ખેરનાં લાકડા મળી આવેલ અને લાકડા હેમર માર્ક વગરનો મળી આવેલ અને ફેક્ટરીમાં ફાઇનલ પ્રોડક્ટ કાથાના તૈયાર બિસ્કીટ મળી આવેલ. બિસ્કીટ સેમ્પલ લેવામાં આવેલ તથા ફેકટરીનું લાઇસન્સ મળી આવેલ ન હતું, આ સિવાય વિક્રાંત કાથા ફેક્ટરી પર નાશિક વન વિભાગ દ્વારા ફેક્ટરીને સિલ કરી હતી. સુરત વન વિભાગ દ્વારા બીજીવાર રેડ કરતા ફેક્ટરીમાં ખેરના લાકડા મળી આવેલ. ફેક્ટરી પણ ગેરકાયદે હતી. તપાસ ટીમ દ્વારા કાર્યવાહી કરી અને હરીયાણા બે કાથા ફેક્ટરી માં લાકડા સપ્લાય કરતો હતો. કાથા ફેક્ટરીના માલિકોને નોટીસ આપી તપાસમાં હાજર થવા જણાવેલ છે. માંડવી વન વિભાગ દ્વારા છેલ્લા ઘણા સમય પહેલા અલીરાજપુરથી મળી આવેલ 2055 મેટ્રિકટનના ગેરકાયદેસર ખેરના લાકડા બાબતે હાથ ધરેલ તપાસમાં કરોડોનો ગેરકાયદેસર વહીવટ બહાર આવી રહ્યો છે. હાલમાં સુપ્રીમ કોર્ટમાંથી આગોતરા ના મંજૂર થયેલ ઈસમના રિમાન્ડ દરમિયાન ચોકાવનારી બાબતો બહાર આવી રહી છે. ત્યારે મોટા માથાઓની સંડોવણી હોવાનું ચર્ચા છે. આરોપીને લાજપોર જેલમાં ધકેલાયો હતો. રિમાન્ડ બાદ મુસ્તાક આદમ તાસીયાને માંડવી કોર્ટમાં રજૂ કરતા જામીન અરજી પર બન્ને પક્ષોની દલીલો સાંભળી જામીન અરજી નામંજુર( રદ) કરી મુસ્તાક આદમ તાસીયાને સુરત લાજપોર જેલ હવાલે કરાયો હતો.

સુરત વન વિભાગના ડી.એફ.ઓ આનંદકુમાર સાહેબના મળતું માર્ગદર્શન તથા રાત્રી દરમિયાન પણ મળતા પ્રોટેક્શનથી કર્મચારીઓ તથા અધિકારીઓને ખૂબ પ્રેરણા મળી રહી છે અને ગુનાઓ અટકાવવા માટે કે ગુનેગારોને ઝડપી પાડવામાં ખૂબ જ વેગ મળી રહ્યો છે. હરીશભાઈ વાંદા, આરએફઓ , દક્ષિણ વન વિભાગ, માંડવી

Related Articles

Back to top button