માંડવી રિવર ફ્રન્ટ, વિહાર ઉદ્યાન (બગીચો) નજીક ગંદુ પાણી ગટર મારફતે નાખનાર સામે સરકાર ક્યારે લાલ આંખ કરશે?
તાપી નદીના પાણીને દૂષિત કરનાર, જળચર પ્રાણીઓ સાથે ચેડા કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે ખરી?

માંડવી નગરમાંથી ગટર લાઈન મારફતે એકત્ર થતું ગંદુ પાણી ગટર લાઈન મારફત ગંદુ અને દૂષિત પાણી માંડવી રીવર ફ્રન્ટ તાપી વિહાર ઉધાન નજીક સીધુ તાપી નદીમાં નિકાલ કરવામાં આવે છે. જે દૂષિત પાણીને લઈ ગંભીર અને ચિંતાજનક મુદ્દો છે.

તાપી નદીમાં ગંદુ અને પ્રદૂષિત પાણી માંડવી નગરમાંથી ગટર મારફતે રિવરફ્રન્ટ નજીક તાપી નદીમાં નિકાલ કરવામાં આવે છે. જે ચિંતાનો વિષય બન્યા છે.
તાપી નદી માત્ર નદી નહીં પરંતુ આ વિસ્તારની જીવધારા છે. આ નદીના પ્રદૂષણથી સજીવ પર્યાવરણ, પાણીના સ્ત્રોતો અને પર્યાવરણને ગંભીર નુકસાન થાય છે. ગંદુ પાણીના નિકાલથી જળચર પ્રાણી, માછલાં, પશુઓ અને પર્યાવરણની સમતોલતામાં ખલેલ થાય છે. વધુમાં, આ પ્રદૂષિત પાણી માનવ આરોગ્ય માટે પણ જોખમી સાબિત થાય છે, કારણ કે તે પીવાના પાણીના સ્ત્રોતને બગાડે છે. અને જીવનશૈલીને પણ અસર કરે છે. તેમજ તાપી નદીના ઘાટ પર અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે અને આ વિસ્તારની સરકારી કચેરીઓ પણ ત્યાં નજીકમાં સ્થિત છે. તે છતાં માંડવી નગર તરફથી આ મામલે બેદરકારી દાખવવામાં આવી છે, જે એ પ્રકૃતિ અને નાગરિક જીવન માટે નિંદનીય છે.
ત્યારે માંડવી નગરની પ્રજાની માંગ ઉઠવા પામી છે. કે, દૂષિત પાણી ને લઈ, ગંદા પાણીના નિકાલને તાત્કાલિક અટકાવવા અને જવાબદાર અધિકારીઓ અને તંત્ર સામે કડક કાર્યવાહી કરવામાં આવે, તેમજ તાપી નદીના સંરક્ષણ માટે નવી ટેકનોલોજી અને પર્યાવરણીય શિસ્તોનું જવાબદારતંત્ર પાસે પાલન કરાવે.




