માંડવી
માંડવી તાલુકાના પ્રા. શિક્ષક સંગઠન દ્વારા પૂર અસરગ્રસ્તોને કિટ વિતરણ

માંડવીના શિક્ષક સંગઠન દ્વારા સામાન્ય પરિવારના બાળકને તથા લાયબ્રેરીના નિર્માણ ઉપરાંત જ્યાં જરૂર જણાય ત્યાં આર્થિક સહયોગમાં અગ્રેસર રહે છે. હાલમાં નર્મદા નદીમાં આવેલા પૂરમાં અસરગ્રસ્ત પરિવારોની વહારે પણ શિક્ષકો આગળ આવ્યા અન એકમાત્ર સોશિયલ મીડિયામાં સંદેશાથી શિક્ષકોએ દાનની સરવાણી વહાવી હતી અને ઘડીમાં રૂપિયા એક લાખનું ભંડોળ ઉપરાંત 600 કિગ્રા ચોખા, 8 કિગ્રા તુવર, 450 કિગ્રા ઘઉં, 50 કિગ્રા ઘઉંનો લોટ દાનમાં મળ્યો. કમલાપોર ગામની બહેનોએ તથા યુવાનોએ અનાજ સફાઈ સહિતની કામગીરીમાં સમયદાન આપ્યું હતું. રોજિંદા જીવન માટેની ચીજવસ્તુઓની કીટ બનાવી ભરૂચ જિલ્લાના મંગલેશ્વર, શુકલેશ્વર ઉપરાંત કડોદ ગામના કાદવકીચડમાં જઈ સહાય પહોંચાડી હતી. પ્રાથમિક શાળાના શિક્ષકોની માનવતા ભરી કામગીરીની સરાહના કરી અભિનંદન પાઠવ્યા હતાં.




