માંગરોળ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ

ભારતના પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહજીનું દુઃખદ અવસાન થતાં માંગરોળ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા માંગરોલ વિશ્રામ ગૃહમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. સ્વ ડૉ. મનમોહનસિંહએ દેશ માટે આપેલી યોગદાનને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
આ શ્રદ્ધાંજલિ અર્પણ કાર્યક્રમમાં માંગરોળ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શામજીભાઈ ચૌધરી જણાવ્યું કે, દેશ ક્યારેય તેઓને ભૂલશે નહીં. તેમના સારા કાર્યોને હંમેશા પ્રજા યાદ કરશે. આ કાર્યક્રમમાં મહામંત્રી શાહબુદ્દીન મલેક બક્ષીપંચ પ્રદેશના મહામંત્રી ઈરફાન મકરાણી, જિલ્લા સેવાદળના પ્રમુખ સંતોષ મૈસુરીયા, રૂપસિંગ ગામીત અનિલભાઈ ચૌધરી વિરોધ પક્ષના નેતા મોહનભાઈ કટારીયા, ઓબીસી સેલ તાલુકા પ્રમુખ અમિત મૈસુરીયા, સુરેશભાઈ વસાવા સહિતના આગેવાનો ઉપસ્થિત રહી પૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહનસિંહ શ્રદ્ધાંજલિ આપી હતી.
ઉલ્લેખનીય છેકે પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહનું 92 વર્ષની વયે તા. 26 ડિસેમ્બરને ગુરુવારે રાત્રે નિધન થયું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ તેમના નિવાસસ્થાને પહોંચ્યા અને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. અહીં કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં પૂર્વ PMને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને શોક પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો.




