
સુપ્રીમ કોર્ટના જજની બેચ દ્વારા દેશમાં SC-ST અનામતમાં ક્રીમીલેયર લાગુ કરવાના નિર્ણય કરવામાં આવ્યો છે. આ કાયદો સરકાર લાવે એ પહેલા વિરોધ કરવામાં આવ્યો છે. તે તમામ નિયમોનો અમલ ના કરવામાં આવે એ માટે આજરોજ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું.
દેશભરમાં નેશનલ કોન્ફેડરેશન ઓફ દલિત એન્ડ ટ્રાઈબલ ઓર્ગેનાઈઝેશન (NACDAOR)ના નેતૃત્વમાં વિરોધ પ્રદર્શનો કરાઈ રહ્યાં છે. ભારત બંધના એલાનમાં નર્મદા જિલ્લા પણ જોડાયા છે. જેમાં વિપક્ષ પણ સામેલ છે. જિલ્લામાં રાજપીપળા બાજારો ખુલ્લી છે. જ્યારે કેવડીયા, ગરુડેશ્વર, તિલકવાડા, દેડીયાપાડા, સાગબારા તો ક્યાંક બજારો બંધ જોવા મળ્યા છે. આમ કહીએ તો રાજપીપળામાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે. જ્યારે આદિવાસી વિસ્તાર ધરાવતા તાલુકાને સજ્જડ બંધ રાખ્યું છે.




