માંગરોળ

માંગરોળ તાલુકાની વાંકલ સરકારી કોલેજમાં મેગા જોબ ફેર

'આગા ખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ (ભારત) અને સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ વાંકલના અથાક પ્રયાસથી કાર્યક્રમ સફળ રહ્યો' - કોલેજ આચાર્ય

માંગરોળના વાંકલમાં સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજમાં મેગા જોબ પ્લેસમેન્ટ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભરતી મેળામાં 10 જેટલી કંપનીઓએ ભાગ લીધો હતો.

વાંકલ સરકારી કોલેજ ખાતે યોજાયેલા મેગા જોબ ફેરમાં અનેક યુવાનો માટે રોજગારના નવા દ્વાર ખુલ્યા છે. સરકારી અને ખાનગી ક્ષેત્રની વિવિધ કંપનીઓ દ્વારા યોજાયેલા આ મેળામાં જુદા-જુદા ક્ષેત્રોમાં નોકરી માટે યુવાઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.

આ કાર્યક્રમ આગા ખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ (ભારત) અને સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ વાંકલ દ્વારા આયોજન કરવામાં આવ્યો હતો. જેમાં Ty.BA અને B.com વિભાગના સેમેસ્ટર-6ના વિદ્યાર્થીઓએ આ પ્લેસમેન્ટ ડ્રાઇવમાં ભાગ લીધો હતો.

ઇન્ટરવ્યૂમાં કુલ 446 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં, 201 વિદ્યાર્થીઓને વાર્ષિક રૂ. 2.60 લાખના પેકેજ સાથે નોકરીની ઓફર મળી હતી.

વાંકલ સરકારી કોલેજના પ્રિન્સિપાલે જણાવ્યું કે, “આજના યુગમાં નોકરી મેળવવા માટે યોગ્ય તક અને યોગ્ય માર્ગદર્શન બહુ મહત્વનું છે. આ પ્રકારના મેળા દ્વારા અમારા વિદ્યાર્થીઓ અને સ્થાનિક યુવાઓને સારી તક મળે છે.”

આ મેગા જોબ ફેર દ્વારા યુવાનોને માત્ર નોકરીઓ જ નહીં, પરંતુ તેમની કારકિર્દી માટે યોગ્ય દિશામાં માર્ગદર્શન પણ પ્રાપ્ત થયું હતું. આવનારા દિવસોમાં આવા વધુ કાર્યક્રમો યોજવામાં આવે તેવું અનુમાન છે.

આ કાર્યક્રમના સફળ આયોજન માટે આગા ખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ (ભારત) નામની સંસ્થાના યુવા જંકશન વિભાગના સ્ટાફ, કોલેજના પ્લેસમેન્ટ, કોલેજના IQAC કો-ઓર્ડીનેટર ડો. યોગેશકુમાર ચૌધરી તેમજ કોલેજના આચાર્ય ડો. દિપકકુમાર ચૌધરીએ મહત્વની ભૂમિકા ભજવી હતી.

Related Articles

Back to top button