ભરૂચ

નેત્રંગના રેન્જના ઇતિહાસમાં પ્રથમ વખત 50 વૃક્ષનું નિકંદન : અનામત વૃક્ષોની ચોરી છતાં ગુનો નહીં

નેત્રંગ તાલુકાના કોઇલીમાંડવી નજીકનાં જંગલોમાં ત્રણ દિવસ અગાઉ જ લાકડા ચોરોએ 50થી વધુ ખેરના ઝાડનંુ નિકંદન કરીને તસ્કરી કરી ગયા છે. અંદાજિત એક કરોડ ઉપરાંતની કિંમતના અને વન વિભાગના ચોપડે અનામત વૃક્ષની વ્યાખ્યામાં આવતાં આ વૃક્ષનાં લાંકડાની ચોરી બાદ પણ કોઇ ફરિયાદ દાખલ કરાવવામાં આવી નથી. જોકે મળતી માહિતી મુજબ વન વિભાગના જ આંખ આડા કાનને કારણે લાકડાં ચોરોને મોકળું મેદાન મળી ગયું હોવાનું કહેવાઇ રહ્યુ છે. નેત્રંગ તાલુકાના કોઈલીમાંડવી ગામ નજીકના જંગલમાં રાજવાડી બીટના કમ્પાર્ટમેન્ટ નંબર 547માં નેત્રંગ રેન્જના ઇતિહાસમાં પ્રથમવાર ખેરના આશરે 50 વર્ષથી પણ વધુ ઉંમરના 50 જેટલાં ઝાડ કાપી તેનાં લાકડાં ટ્રકમાં ભરીને તસ્કરો લઈ ગયાનો બનાવ બન્યો છે.ખેરનું ઝાડ અનામત વૃક્ષની વ્યાખ્યામાં આવે છે .ભારતીય વન અધિનિયમ મુજબ જંગલમાં પ્રવેશ કરવો જ ગુનો બને છે પણ અહીં તો રાજવાડી બીટમાં અનામત જંગલમાંથી અનામત ખેરનાં ઝાડ કાપીને લાકડા ચોરો આશરે બે થી ત્રણ ટ્રકમાં ભરીને લઈ ગયા છે. કોઈલીમાંડવીના જંગલમાંથી કપાયેલાં ખેરનાં વૃક્ષો વર્ષો જૂના હોય અને આશરે 50 જેટલા ખેરના ઝાડ મશીનથી કાપીને લાકડા ચોરો આશરે 1 કરોડ રૂપિયાનો અનામત ઝાડનો જથ્થો ચોરી થઈ ગયાને ત્રણથી ચાર દિવસ થયા હોવા છતાં નેત્રંગ વન વિભાગ દ્વારા સ્થળ પર ગુનો જાહેર કરવાના હોય પરંતુ બેથી ત્રણ ટ્રેક્ટર ખેરના ઝાડના ડાળખા નેત્રંગ ડેપો પર લઈ ગયા બાદ કોઈ પણ કાયદેસર કાર્યવાહી કરી નથી.

રાજવાડી બીટમાંથી મશીનથી કટીંગ કરીને લઈ ગયેલા ખેરના લાકડાના બનાવમાં જાણે જંગલના રક્ષકો જ ભક્ષક બન્યા હોય તેવું લાગી રહ્યું છે .ત્રણ દિવસ થયા હોવા છતાં વન વિભાગ નેત્રંગે કોઈ કાર્યવાહી નહીં કરતા હાલના ઇનચાર્જ આરએફઓ,ફોરેસ્ટર અને બીટગાર્ડ પોતાના બચાવ માટે ગુનો છુપાવી રહ્યા હોવાની શંકા જાય છે . વૃક્ષોની કિંમત એક કરોડથી વધુ : રાજવાડી બીટમાંથી ખેરના આશરે 50 જેટલા 50 વર્ષ જૂના ઝાડ કપાઈ જતા જેની એક સ્ક્વેર મીટરની અંદાજિત કિંમત 30,460 રૂપિયા થાય છે અંદાજિત 500 ઘનફૂટથી પણ વધુ જથ્થો ચોરાઈ ગયો હોય 1 કરોડથી પણ વધુ કિંમત થવા જઈ રહી છે . ટન બંધ કીમતી લાકડાની ચોરી પણ કાર્યવાહી નહીં : ખેરનું લાકડું ખાસ કરીને પાનમાં નાખવાનો કાથો બનાવવા અને હેર ડાઈમાં કલર લાવવા તેમજ આયુર્વેદિક દવામાં ઉપયોગી છે. જે ગ્રામના ભાવમાં વેચાણ થાય છે અહીં તો ટન બંધ ખેરનું લાકડું કપાઈને તસ્કરો ફરાર થઈ ગયા છે. પરંતુ તેની કોઈ તપાસ હજુ સુધી કરાઈ નથી.

Related Articles

Back to top button