બારડોલી
બારડોલી લિનિયર બસ સ્ટેન્ડ પર એક યુવકના મોબાઇલ ફોનની ચોરી થઈ ગઈ

બારડોલી લિનિયર બસ સ્ટેન્ડ પર એક યુવકના મોબાઇલ ફોનની ચોરી થઈ ગઈ છે.
બારડોલીના વાંકાનેર ગામના રહીશ ઇસહાક અયુબ ઇબ્રાહિમ તરાજીયા સુરત ખાતે રોયલ ટ્રાવેલ્સ એજન્સીમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે કામ કરે છે. ગત 25 જાન્યુઆરી, 2025ના રોજ સાંજે તેઓ સુરતથી બારડોલી આવવા માટે બસમાં સફર કરી રહ્યા હતા. જ્યારે તેઓ લિનિયર બસ સ્ટેન્ડ પર ઉતર્યા અને વાંકાનેર જતી બસમાં ચઢવા જતા હતા, ત્યારે સ્ટેન્ડ પર ભીડ અને ધક્કામુકી ચાલુ હતી. આ દરમ્યાન કોઈ અજાણ્યા વ્યક્તિએ તેમના ખિસ્સામાંથી મોબાઇલ ફોન ચોરી લીધો હતો.
ઘટનાની જાણ થતા ઇસહાકે સીટીઝન પોર્ટલ પર ઇ-એફઆઇઆર કરી અને મંગળવારે બારડોલી ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. પોલીસે આ કિસ્સાની તપાસ શરૂ કરી છે અને ચોરી કરનાર વ્યક્તિને શોધવા માટે પગલાં ભરી રહી છે.


