સોનગઢ-ઉકાઈ-માંડવી રોડ પર પડેલા ઊંડા ખાડાને કારણે વાહનચાલકો અને વાહન બંને રસ્તામાં દમ તોડે એવા બિસ્માર હાલતના
વરસાદી સિઝન પુર્ણ ગઈ છે ત્યારે હવે રોડના ખાડા ઝડપથી પુરવામાં આવે એવી માંગ

સોનગઢ ઉકાઇ થી માંડવી ને જોડતો હાઇવે ગત દિવસોમાં પડેલ ભારે વરસાદના કારણે ચીથરેહાલ થઇ ગયો હોય એવી સ્થિતિ છે. હાઇવે રોડ પર પડેલ ઊંડા ઊંડા ખાડા વાહન ચાલકો માટે ઘણી મુશ્કેલી ઉભી કરી રહ્યા છે ત્યારે આ રોડ પરના ખાડા તાકીદે પૂરવામાં આવે તેવી માંગ ઉભી થઇ છે.
સોનગઢ જુના ચેકપોસ્ટ થી ઉકાઈ અને વાયા માંડવી થઇ આગળ રાજપીપળા અને વડોદરા તરફ જવા માટે ઉપયોગી હાઇવે સોનગઢ માંથી પસાર થાય છે.આ રસ્તો અમદાવાદ અને વડોદરા તથા રાજસ્થાન તરફ જતા વાહનો માટે શોર્ટકટ હોય અને આ રોડે થી પસાર થવામાં ટોલ ફી પણ બચતી હોય મોટા પ્રમાણમાં હાઈવે નો ટ્રાફિક સોનગઢ-ઉકાઈ વચ્ચે વહેતો જોવા મળે છે.આ રસ્તો તાજેતર માં પડેલ ભારે વરસાદ ના કારણે સાવ ધોવાઈ પણ ગયો હોય એવા હાલ થયા છે.આ રસ્તા પર મોટા પ્રમાણ માં ખાડા પડી ગયા હોય વાહનચાલકો એ ખાડા માંથી રસ્તો શોધવો પડે એવી સ્થિતિ છે.
આ જ રસ્તે આગળ ઉકાઈ લીંબી થઈ માંડવી સુધી નો સ્ટેટ હાઇવે પણ ખાડા ને કારણે બિસમાર બની ગયો છે.સ્થાનિક ગ્રામજનો અને વાહનચાલકો એ આ અંગે રોષ પૂર્ણ રીતે રજૂઆત કરી રસ્તા ના ખાડા તાકીદે પૂરવામાં આવે એવી માંગ કરી છે. હાલમાં વરસાદી સિઝન પુરી થઈ ગઈ છે ત્યારે હાઇવે વિભાગ રસ્તા ના ખાડા યોગ્ય મટિરિયલ વડે પુરાવે એ જરૂરી છે.




