દેશ

ભરૂચના સાંસદ બજેટસત્રના ચર્ચામાં ઉંઘતા ઝડપાયાં

સીતારમણના બજેટસત્રમાં ગુજરાતને મિઠું,બિહાર અને આંધ્રપ્રદેશને લ્હાણી

સંસદ ગૃહમાં જયારે મહત્વનું સત્ર ચાલી રહ્યું છે. ત્યારે બજેટ સત્રમાં ભરૂચના સાતમી ટર્મના સાંસદ મનસુખભાઈ વસાવા પ્રજાના બજેટની ચિંતા હોવી જોઈએ, તેની જગ્યાએ બજેટસત્રના ચર્ચા દરમ્યાન ઉંઘમાં હોય તેવા પ્રથમ દ્રશ્યોમાં જોવા મળ્યા હતા. મતલબ અહી સાબિત થાય છે કે અખબારી અહેવાલોમાં સૌથી ચર્ચાસ્પદ રહેનાર સાંસદ મનસુખભાઈને મનમાં હશે કે, આંકડાની માયાજાળમાં મારે શું લેવાનું ? ગુજરાતમાં સાંસદોની આવકમાં વર્તમાન લોકસભાની ચૂંટણી દરમ્યાન ૨૭૩ ટકાનો વધારો જાહેર થયો હતો. જેનો ઈન્કાર સાંસદ મનસુખભાઈ વસાવાએ કર્યો ન હતો. આ તસ્વીર બોલે છે, તે ખોટું નથી; ભલે પ્રજા વચ્ચે મોટી મોટી વાતો કરતાં હોય, પણ દશેરાના દીવસે ઘોડો ન દોડે તો શું કામનો? જેવી હાલાત ભરુચના સાંસદની છે.

Related Articles

Back to top button