ડેડીયાપાડાનાં ગડી ગામે જમવાનું કેમ સારું નથી બનાવતી એમ કહી પતિ એ પત્નીને કુહાડીના ઘા મારી કરપીણ હત્યા કરી

ડેડીયાપાડાનાં ગડી ગામે જમવાનું કેમ સારું નથી બનાવતી એમ કહી પતિ એ પત્નીને કુહાડીના ઘા મારી કરપીણ હત્યા કરી હતી. નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકાના ગડી ગામે વચલા ફળીયામાં રહેતા ખેતમજૂરી કરતા પ્રભાત મથુર વસાવા એ લખવેલી ફરિયાદ મુજબ ગત રોજ સોમીબેન તથા મથુર રાયસિંગ વસાવા બન્ને પતિ-પત્ની ઘરે હતા ત્યારે મથુર વસાવા અને સોમીબેન વચ્ચે ઝગડો થયો હતો કે જમવાનું કેમ સારૂ નથી બનાવતી, મારું જમવાનું તીખું બનાવવાનું કહેવા છતા કેમ તીખું બનાવતી નથી તેમ કહી રોજે રોજ બોલાચાલી કરી ઝગડો તકસર થતો હોય તેમ ગત રોજ પણ થયો હતો જે બાબતની રિશ રાખી ને રાત્રીના 11 વાગ્યાના અરસામાં સોમીબેન ધારાની આગળ ની અડાળી માં ખાટલામાં સુતા હતા તે દરમ્યાન પતિ મથુર કુહાડી વડે માથાના કપાળના ભાગે તથા છાતીના ભાગે જીવલેણ ઈજાઓ કરી ભાગી ગયો હતો.બૂમરાડ થતાં ઘરના પડોસી દોડી આવી સારવાર માટે દેડીયાપાડા આરોગ્ય કેન્દ્રમાં લઈ જતા ત્યાં સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.




