દેડિયાપાડામાંથી બે ઝોલાછાપ તબીબ નર્મદા એસઓજીની ટીમના ચેકિંગ દરમિયાન ઝડપાયા

નર્મદા જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. સ્ટાફના માણસોએ મેડીકલ ટીમ સાથે બાતમીના આધારે ડેડીયાપાડા ગામે મોઝદા તરફ જવાના રોડ પરથી બે ઝોલાછાપ ડોક્ટરને ઝડપી પડ્યા હતા.
સ્વરૂપ પદમલોચન વિશ્વાસ-ડેડીયાપાડાએ કોઈપણ પ્રકારની ડિગ્રી વગર શિવ ક્લીનિક નામનું દવાખાનું ચલાવી તેમા પ્રેકટીસ કરતો હતો તથા અન્ય આરોપી પંકજકુમાર છોટનપ્રસાદસિંહ બિહારના બી.એચ.એમ.એસ. ડિગ્રી ધરાવતો હતો, પરંતુ નિયમ વિરૂદ્ધ એલોપેથીની પ્રેકટીસ કરી એલોપેથી ટેબલેટો તથા પોઇન્ટ ચઢાવવાની બોટલો, નીડલો, ઈન્જેકશનો તથા ક્રિમ તથા ગોળીઓ વગેરે બિન અધિકૃત દવા આપતો હતો. આમ કુલ 2 લાખ 19 હજાર 430ના મુદ્દામાલ સાથે લોકોનું સ્વાસ્થય જોખમાય તે રીતે મેડીકલ પ્રેક્ટીસ કરી બેદરકારી ભર્યું કૃત્ય કરતા બન્ને બોગસ ડોક્ટરો વિરૂદ્ધ ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.




