રૂમકીતલાવ શાળામાં ચોરીનો ભેદ ઉકેલતી નિઝર પોલીસ

નિઝર તાલુકાના મૌજે રૂમકીતલાવ ગામની પી. એમ. શ્રી આદર્શ પ્રાથમિક શાળાના કોમ્પ્યુટર રૂમમાંથી લેપટોપ ચોરીનો બનાવ બનેલ હોય, જે ગુના સબંધે નિઝર પોલીસ સ્ટેશનના પો. ઈ. વી. કે.પટેલનાઓને ખાનગી બાતમી મળેલ કે, રૂમકીતલાવ ગામની શાળામાંથી ચોરાયેલ લેપટોપ લઇને બે ઇસમો ઉચ્છલ તરફથી નિઝર તરફ આવે છે. જેથી પો.ઈ. સહીત અન્ય પોલીસ કર્મચારીઓ દ્વારા રૂમકીતળાવ ખાતે ખાનગી વોચ ગોઠવી. અજાણ્યા બંને ઇસમોને પકડી પુછપરછ કરતા પોતાની પાસે રહેલ લેપટોપ પી. એમ. શ્રી.આદર્શ પ્રાથમિક શાળા રૂમકીતલાવમાંથી ચોરી કરેલ હોવાનું કબુલ કરેલ હોય જેથી બન્ને ઇસમો (1) અશ્વિનભાઇ બટેસિંગભાઈ વસાવા (ઉ.વ.25) રહે. તાપીખડકલા ડુંગર ફળિયું, તા. નિઝર જી. તાપી તથા (2) મનેશભાઇ આનંદભાઇ વળવી (ઉ.વ. 20) રહે. તાપીખડકલા મંદિર ફળિયું, તા. નિઝર જી.તાપી નાઓને અટક કરી ઉપરોક્ત ગુનામાં ચોરાયેલ (1) એસેર કંપનીના લેપટોપ નંગ-02 જેની કિમંત રૂ. 35,000 (2) 02 લેપટોપ વેચવા પેટે રોકડા – 10, 000 (3) મોબાઇલ નંગ-02 જેની કિમંત રૂ. 5,500 મળી કુલ રૂ. 50, 500 મુદ્દામાલ કબ્જો કરી કાર્યવાહી હાથ ધરી છે.




