નવસારી

વાંસદાના વાંસકુઇથી રંગપુર રસ્તા પર કપચી પાથર્યા બાદ કામગીરી જ ન કરાઇ

વાંસદા તાલુકાના વાંસકુઇ ચોકડીથી રંગપુર ગામના મેદાન પાસે નીકળતા રસ્તાનું કામ શરૂ કર્યા બાદ ફરી શરૂ નહીં કરાતા આ વિસ્તારના ખેડૂતો અને પશુપાલકો હાલાકી ભોગવી રહ્યાં છે. વાંસદા તાલુકાના વાંસકુઇ ગામની ચોકડી પાસેથી રંગપુર મેદાનને જોડતા રસ્તાનું કામ છેલ્લા ઘણાં સમય પહેલા કોન્ટ્રાકટર દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. આ રસ્તાનું કામ ઘણાં સમયથી રસ્તા પર કપચી પાથરી છોડી દેવામાં આવ્યો છે. જેનાથી આ વિસ્તારના વાહન ચાલકો સહિત પશુપાલકો અને ખેડૂતો બહાર નીકળે ત્યારે હાલાકી ભોગવી રહ્યાં છે, કારણ કે રસ્તા પર કપચી નાંખતા ખખડધજ બનતા રાત્રિના સમયે કપચીથી વાહન સ્લીપ મારવાના બનાવો બની રહ્યાં છે અને ઘણા વાહનચાલકોના ટાયરમાં પંચર પડવાથી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વહેલી તકે આ રસ્તા ઉપર ડામર પાથરી પડતી હાલાકી દૂર કરે એવી લોકો માંગ કરી રહ્યાં છે.

Related Articles

Back to top button