રમતગમત

ICCની ત્રણેય ફોર્મેટની ટીમ જાહેર, પાક.-બાંગ્લાદેશના ખેલાડીઓને સ્થાન નહીં, ભારતના 12 ખેલાડી

રોહિત શર્માને ODI ટીમ ઓફ ધ યરની કેપ્ટનશિપ સોંપવામાં આવી છે સૂર્યકુમાર યાદવને T20I ટીમ ઓફ ધ યરના કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવ્યો છે

ICCએ તેની ત્રણેય ફોર્મેટ માટે ICC ટીમ ઓફ ધ યર 2023 જાહેર કરી દીધી છે. આ ત્રણેય ફોર્મેટમાં ભારતના કુલ 12 ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ઝિમ્બાબ્વે, યુગાન્ડા અને આયરલેન્ડના ખેલાડીઓને પણ ICC ટીમ ઓફ ધ યર 2023ના ઓછામાં ઓછા એક ફોર્મેટની ટીમમાં સ્થાન મળ્યું છે, પરંતુ બાંગ્લાદેશ અને પાકિસ્તાનના એક પણ ખેલાડીને ત્રણેય ફોર્મેટમાંથી એક પણ ફોર્મેટમાં સ્થાન મળ્યું નથી.

જાડેજા અને અશ્વિન થયા ટેસ્ટ ટીમમાં સામેલ

ભારત તરફથી રવિન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્વિન ટેસ્ટ ટીમ ઓફ ધ યરમાં પોતાનું સ્થાન બનાવવામાં સફળ થયા છે. આ સાથે રોહિત શર્માને વનડે ટીમ ઓફ ધ યરનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ICC ODI ટીમ ઓફ ધ યરમાં રોહિત શર્મા ઉપરાંત વિરાટ કોહલી, શુભમન ગિલ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ અને કુલદીપ યાદવને પણ સામેલ કરવામાં આવ્યા છે.

સૂર્યકુમાર યાદવને સોંપવામાં આવ્યું સુકાનીપદ

ICC T20I ટીમ ઓફ ધ યરમાં યશસ્વી જયસ્વાલ, સૂર્યકુમાર યાદવ, રવિ બિશ્નોઈ અને અર્શદીપ સિંહને સામેલ કરવામાં આવ્યા છે. આ ટીમના કેપ્ટન તરીકે સૂર્યકુમાર યાદવની પસંદગી કરવામાં આવી હતી. T20I ટીમમાં આયરલેન્ડના માર્ક અડાયરને પણ સામેલ કરવામાં આવ્યો છે.

સંન્યાસ લઈ ચૂકેલા સ્ટુઅર્ટ બ્રોડને પણ ટીમમાં તક

ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ ચૂકેલા સ્ટુઅર્ટ બ્રોડને પણ ટીમમાં તક આપવામાં આવી છે. ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસન અને શ્રીલંકાના સ્ટાર બેટ્સમેન દિમુથ કરુણારત્નેની પણ ટીમમાં પસંદગી કરવામાં આવી છે. ઈંગ્લેન્ડના જો રૂટને પણ ગત વર્ષે તેના શાનદાર પ્રદર્શનનું ઈનામ મળ્યું છે. તે ટીમની ટેસ્ટ ટીમ ઓફ ધ યરનો ભાગ બનવામાં સફળ રહ્યો છે.

11 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાના ખેલાડીને ટેસ્ટ ટીમ ઓફ ધ યરનો કેપ્ટન બનાવવામાં આવ્યો

ઓસ્ટ્રેલિયાએ ગયા વર્ષે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં જીત મેળવી હતી. આ શાનદાર પ્રદર્શનના આધારે ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સને ટેસ્ટ ટીમ ઓફ ધ યરનો કેપ્ટન પણ બનાવવામાં આવ્યો છે. જણાવી દઈએ કે 11 વર્ષ બાદ આવી તક આવી છે જ્યારે ઓસ્ટ્રેલિયાના એક ખેલાડીને ટેસ્ટ ટીમ ઓફ ધ યરનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. અગાઉ વર્ષ 2012માં માઈકલ ક્લાર્કે આ સિદ્ધિ મેળવી હતી. ICCની ટીમમાં ઓસ્ટ્રેલિયન ટીમનું વર્ચસ્વ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. પેટ કમિન્સ ઉપરાંત ઉસ્માન ખ્વાજા, ટ્રેવિસ હેડ, એલેક્સ કેરી અને મિચેલ સ્ટાર્ક પણ આ ટીમનો ભાગ બનવામાં સફળ થયા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button